મુંબઇમાં તાપમાનનો પારો ગગડ્યો, લોકોએ ધાબળા, સ્વેટર કાઢ્યા
મુંબઇઃ ઘણી રાહ જોવડાવ્યા બાદ હવે મુંબઇમાં ફુલ ગુલાબી ઠંડીએ પધરામણી કરી છે. મુંબઇમાં તાપમાનનો પારો ગગડ્યો છે અને લોકોને ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. મુંબઇમાં આજે વહેલી સવારે સાંતાક્રુઝ ખાતે 18.5 °C તાપમાન નોંધાયું હતું.
વહેલી સવારે વૉક કરવા નીકળેલા લોકો સ્વેટર, શાલ પહેરીને જતા જોવા મળ્યા હતા. તો સ્કૂલોમાં જતા બાળકો પણ સ્વેટરમાં જોવા મળ્યા હતા. આવી મસ્ત મસ્ત ઠંડીમાં લોકો વહેલી સવારે ગરમાગરમ ચાય, કોફી, હોટ ચૉક્લેટ જેવા ગરમ પીણા પીને ઠંડકની મઝા માણતા હોય છે.
Also Read – શિંદે, ઠાકરે, ફડણવીસ કે પવાર, સીએમની પહેલી પસંદ કોણ? એક્ઝિટ પોલ્સ ચોંકી ગયા…
આજે હવે દિવસ દરમિયાન મુંબઈમાં અનુક્રમે લઘુત્તમ અને મહત્તમ તાપમાન 25.0 °C અને 29.15 °C રહેવાની આગાહી કરવામાં આવી છે. આકાશમાં છૂટાછવાયા વાદળ રહેશે.
મુંબઈમાં આજે AQI 249.0 નોંધાયો છે જે નબળી શ્રેણીમાં આવે છે. અસ્થમા જેવા શ્વસન સંબંધી રોગો ધરાવતા લોકોને ઘરની અંદર જ રહેવાની સલાહ આપવામાં આવી છે.