આમચી મુંબઈ
મુંબઈમાં મંગળવારથી મરાઠા સમાજ અને ઓપન કેટેગરીના નાગરિકોનું સર્વેક્ષણ શરૂ થશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મરાઠા સમાજ અને ઓપન કેટેગરીમાં આવતા નાગરિકોના સર્વેક્ષણનું કામ મંગળવાર, ૨૩ જાન્યુારી, ૨૦૨૪થી મુંબઈમાં ચાલુ કરવામાં આવવાનું છે. મહારાષ્ટ્ર રાજ્ય લઘુમતી પંચના આદેશ અનુસાર મુંબઈમાં આ સર્વેક્ષણ કરવામાં આવવાનું છે, જેમાં મુંબઈ મહાનગરપાલિકાના સહયોગ રહેશે. મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીઅને કર્મચારી મુંબઈ શહેર અને મુંબઈ ઉપનગરમાં આ બંને જિલ્લામાં સર્વેક્ષણ કરવાના છે. તેથી મુંબઈગરાને તેમની સોસાયટી અને ઘરમાં આવનારા કર્મચારીઓને સહકાર્ય કરવાની અપીલ પાલિકા પ્રશાસને કરી છે.