આમચી મુંબઈમહારાષ્ટ્ર

એસી લોકલ પર પથ્થર મારાનારા અંતે પકડાયા

થાણે: મધ્ય રેલવેમાં તાજેતરમાં એસી લોકલ પર પથ્થર મારવાના હિંસક બનાવમાં બે જણની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ટ્રેનમાં મુસાફરી કરનારાની સુરક્ષા મુદ્દે ગંભીર સવાલ ઊભા થયા છે. મધ્ય રેલવેમાં ટિટવાલાથી સીએસએમટી જતી એસી લોકલ ટ્રેન પર પથ્થરમારો કરવાની ઘટના સામે આવી હતી. આ પથ્થરમારાને લીધે ગુરુવારે એક મહિલા પ્રવાસીને ઇજા થઈ હતી. આ મામલે રેલ્વે પોલીસે બે લોકોની ધરપકડ કરવામાં કરી હતી

એસી લોકલ ટ્રેન ટિટવાલાથી સીએસએમટી જઈ રહી હતી, ત્યારે સવારે પીક અવર્સ દરમિયાન ઠાકુર્લી અને ડોમ્બિવલી વચ્ચે ટ્રેન પર કોઈ અજાણી વ્યક્તિએ પથ્થર માર્યો હતો. જેને લીધે ટ્રેનની બારીને નુકસાન પહોંચ્યું હતું. એટલું જ નહીં, લોકલ ટ્રેનમાં મુસાફરી કરતી ૨૮ વર્ષની મહિલા જખમી થઈ હતી, એમ જીઆરપીના એક અધિકારીએ જણાવ્યું હતું.

આ ઘટનાની તપાસ કરવા માટે જીઆરપીએ આ રેલવે પરિસરના વિસ્તારમાં લગાડેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરી અને બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે અને હવે આગળની તપાસ કરવામાં આવી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button