ખાલિસ્તાની આતંકવાદી પન્નુની ધમકી બાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સુરક્ષામાં વધારો કરાયો
ભારતમાં ક્રિકેટ વર્લ્ડકપની તડામાર તૈયારીઓ થઇ રહી છે, એવામાં કેનેડામાં બેઠેલા ખાલિસ્તાની આતંકવાદી ગુરપવંતસિંગ પન્નુંએ વર્લ્ડ કપ મેચમાં વિઘ્ન પાડવાની ધમકી આપી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપની મહત્ત્વની મેચો રમાવવાની હોવાથી સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે.
મળતી માહિતી મુજબ ખાલિસ્તાની સમર્થકો મેચ દરમિયાન ખાલિસ્તાની ઝંડા ફરકાવી પ્રદર્શન કરી શકે છે, આ પ્રકારનો પ્રી-રેકોર્ડેડ મેસેજ પન્નું વહેતો કર્યો હતો. અમદાવાદ સાયબર ક્રાઇમે ખાલિસ્તાની સમર્થક પન્નુ સામે ફરિયાદ નોંધી છે, હવે આ કેસની તપાસમાં ગઈંઅ, છઅઠ, સેન્ટ્રલ આઈબી જેવી દેશની ટોચની એજન્સી સાથે મળીને કામ કરશે.
પોલીસે નોંધેલી ફરિયાદ મુજબ પાન્નુંએ વિદેશમાંથી પ્રી-રેકોર્ડેડ વોઈસ કોલ કરી ભારતના નાગરિકોમાં ભયનો માહોલ ફેલાવવાના પ્રયાસો કર્યા હતા. આવા કોલ ભારતના શીખ સમુદાયના લોકો અને ભારતના અલગ અલગ ધર્મના લોકો વચ્ચે વૈમનસ્ય પેદા કરવાના ઇરાદે કોલ કરવામાં આવ્યા હતા.
પન્નુએ એક વીડિયોમાં ધમકી આપી હતી કે શીખ ફોર જસ્ટિસ ખાલિસ્તાન ધ્વજ સાથે અમદાવાદના સ્ટેડિયમમાં હંગામો કરીશું. અમે શહીદ નિજ્જરની હત્યાનો બદલો લેવાના છીએ. યાદ રાખો ૫મી ઓક્ટોબરે ક્રિકેટ વર્લ્ડકપ નહીં, પણ વર્લ્ડ ટેરર કપની શરૂઆત હશે.
વિશ્ર્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૧,૩૪,૦૦૦ પ્રેક્ષકોની બેઠક ક્ષમતા છે. આગામી ૫ ઓક્ટોબરના રોજ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને રનર અપ રહેલા ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચથી વર્લ્ડકપની શરૂઆત થશે. ઑક્ટોબર ૧૪ ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. પાકિસ્તાન ક્રિકેટ ટીમ ૨૦૧૬ માં ટી-૨૦ વર્લ્ડ કપ પછી પ્રથમ વખત ભારતમાં આવી છે. અમદાવાદ સ્ટેડિયમ ભારત-પાક સહિત પાંચ ઘઉઈં વર્લ્ડકપ મેચોનું સાક્ષી બનશે.