
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના દાદર-હિંદમાતા, ગાંધી માર્કેટ અને કિંગ સર્કલ જેવા અત્યંત નીચાણવાળા વિસ્તારમાં સતત બે દિવસમાં પડેલા મુશળધાર વરસાદમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયા હતા. હિંદમાતામાં અનેક ઉપાયયોજના હાથ ધર્યા બાદ આ વિસ્તાર નીચાણવાળો હોવાથી પાણી ભરાવવાની સમસ્યા કાયમી રહેવાની શકયતા વચ્ચે પાલિકાએ હવે પાણીનો ઝડપી નિકાલ કરવા માટે સ્થાનિક સ્તરે પગલા લઈને પાણીનો ઝડપી નિકાલ કરવા પર ભાર આપવાની છે.
પાલિકાના એડિશનલ કમિશનર અભિજિત બાંગરે જણાવ્યું હતું કે કિંગ સર્કલ ખાતે નાળામાં પાણી પહોંચાડતી વરસાદી પાણીની ડ્રેઈનેજ લાઈનનું કદ વધારવાની જરૂર પડી શકે છે. હિંદમાતામાં હોલ્ડિંગ પોન્ડ પર પમ્પની સંખ્યા વધારવા પર ભાર આપવામાં આવશે. હિંદમાતાને પ્રતિ કલાકે પંચાવન કિલોમીટર વરસાદ સહન કરી શકે તે ક્ષમતાની ડિઝાઈન કરીને બનાવી છે પણ તેની ક્ષમતા હવે વધારવી પડશે. હિંદમાતાનો વિસ્તાર રકાબી આકારનો હોવાથી તેમાં પાણી જમા થઈ જાય છે. તેથી સ્થાનિક સ્તરે પગલા લેવાનો વિચાર છે, જેમ કે હૉલ્ડિંગ પમ્પ પર વધુ પમ્પ વધારવા, જેથી પાણી વધુ ઝડપથી કાઢી શકાય.
આ પણ વાંચો…મુંબઈમાં મેઘતાંડવ: ટ્રેનો રદ-ફ્લાઈટ ડાઈવર્ટ, રસ્તાઓ પર પાણી, જન જીવન અસ્તવ્યસ્ત, વાંચો રીપોર્ટ