અમને મહારાષ્ટ્રની જનતા 45 બેઠક આપશેઃ અમિત શાહ

છત્રપતિ સંભાજીનગરઃ લોકસભાની ચૂંટણીની તારીખની જાહેરાત પૂર્વે આજે ગૃહ પ્રધાન અમિત શાહ મહારાષ્ટ્રની મુલાકાતે હતા ત્યારે શિંદે-ફડણવીસ-પવાર જૂથના નેતાઓની સીટ વહેંચણીનો મુદ્દો ઉકેલ આવે એવી અપેક્ષા હતી. આજે મહારાષ્ટ્રની મુલાકાત વખતે ગૃહ પ્રધાન અમિત શાહે લોકસભાની ચૂંટણી મુદ્દે કહ્યું હતું કે મહારાષ્ટ્રની જનતા 48 બેઠકમાંથી અમને 45 બેઠક આપશે. અહીંની રેલીને સંબોધતા અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે રાજ્યની જનતા અમને 45 બેઠક પર વિજય અપાવશે.
દરમિયાન જળગાંવની એક રેલીમાં વિપક્ષોની ટીકા કરી હતી. વિરોધ પક્ષના ગઠબંધન ‘I.N.D.I.A.’ બ્લોક વંશીય રાજકારણને પોષે છે એવો આરોપ કરી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે વિરોધ પક્ષોને આડે હાથ લઈ યુવાનોને લોકશાહી મજબૂત બનાવતા પક્ષને મતદાન કરવા આગ્રહ કર્યો હતો. પોતાના પક્ષમાં પરિવારવાદ પોષતા લોકો કઈ રીતે દેશમાં લોકશાહી મજબૂત બનાવી શકે એવો સવાલ પણ ગૃહપ્રધાને કર્યો હતો.
જળગાંવમાં ભાજપ દ્વારા આયોજિત યુવાનોની મેદનીને સંબોધતા શ્રી શાહે વધુમાં જણાવ્યું હતું કે ‘યુવાનોને માત્ર ભાજપમાં તક મળશે. મોદી ચંદ્ર પર માનવ મોકલવાની તૈયારી કરી રહ્યા છે જ્યારે સોનિયા (ગાંધી) તેમના પુત્ર રાહુલને 20મી વખત લૉન્ચ કરવાની કોશિશ કરી રહ્યા છે. તેમના 19 પ્રયત્નો નિષ્ફળ રહ્યા છે.
સોનિયા ગાંધી રાહુલ ગાંધીને પીએમ બનાવવા માંગે છે, ઉદ્ધવ (ઠાકરે) આદિત્યને સીએમ બનાવવા ઉત્સુક છે, મમતા દીદી (મમતા બેનરજી) તેમના ભત્રીજાને સીએમ બનાવવાની પેરવી કરી રહ્યા છે અને સ્ટાલિન તેમના પુત્રને મુખ્ય પ્રધાનની ખુરશી પર બેસાડવા માગે છે. મોદીનો વિરોધ કરનાર I.N.D.I.A. ગઠબંધન વંશીય રાજકારણને ઉત્તેજન આપે છે,