આમચી મુંબઈ

પશ્ચિમ રેલવેના પ્રવાસીઓ માટે આવ્યા રાહતના સમાચાર, આ કામકાજના થયા શ્રીગણેશ

મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં હવે બોરીવલીથી વિરાર સુધી પાંચમી અને છટ્ઠી રેલવે લાઈનનું કામ શરુ થઈ ચૂક્યું છે, તેથી આગામી દિવસોમાં બોરીવલીથી વિરારની વચ્ચે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવામાં રાહત થઈ શકે છે. બોરીવલીથી વિરારની વચ્ચે એક પછી એક મહત્ત્વના કામકાજ પાર પાડવામાં આવી રહ્યા છે, જેમાં સૌથી મહત્ત્વનું કામ પાંચમી-છઠ્ઠી લાઈનનું હતું. હવે બોરીવલીથી વિરાર વચ્ચે ફૂટઓવર બ્રિજ (એફઓબી)ના વિસ્તરણ, પ્લેટફોર્મનો વિસ્તાર, પ્લેટફોર્મની છત બનાવવાનું પણ કામ ચાલુ કરવામાં આવ્યું છે, તેથી આગામી દિવસોમાં એક કરતા અનેક અવરોધ દૂર થવાથી લોકલ અને લાંબા અંતરની ટ્રેનો નિયમિત દોડી શકે છે, એવો પશ્ચિમ રેલવેના અધિકારીએ દાવો કર્યો હતો.

પાંચમી-છઠ્ઠી લાઈનમાં બોરીવલીથી ભાયંદર અને નાયગાંવથી વિરારની વચ્ચે કામ કરવામાં આવશે તથા એનું કામકાજ એમયુટીપી-થ્રીએ અન્વયે મુંબઈ રેલવે વિકાસ કોર્પોરેશન (એમઆરવીસી) પાર પાડશે. 30 મહિનામાં આ કામગીરી પાર પાડવામાં આવશે. આ કામકાજ માટે બોરીવલીથી વિરારની વચ્ચે રેલવેના સ્ટ્રક્ચર તોડવાથી લઈને મેન્ગ્રોવ્સ અને જંગલની જમીન પર કામકાજ કરવા એમઆરવીસી ટેન્ડર કાઢી ચૂકી છે.

મેન્ગ્રોવ્ઝને હટાવવા માટે મંજૂરી મળી છે. આ મુદ્દે અધિકારીએ કહ્યું હતું કે ફક્ત એમઆરવીસીને 12.78 હેકટર મેન્ગ્રોવ્ઝની સંભાળ રાખવાની રહેશે. મેન્ગ્રોવ્ઝને ડાઈવર્ટ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. અધિકારીએ કહ્યું હતું કે વન અને પર્યાવરણ વિભાગ પાસેથી મંજૂરી લેવામાં આવશે. આ મુદ્દે ટૂંક સમયમાં મંજૂરી મળ્યા પછી તેમાં વન વિભાગના મુખ્ય અધિકારી અને થાણે વિભાગનો સહયોગ સાધવામાં આવશે. 26 કિલોમીટરના કોરિડોરની આ યોજનાને બે તબક્કા પાર પાડવામાં આવશે, જેથી વિના અવરોધ તેનું કામ પાર પાડી શકાય, એમ પણ અધિકારીએ જણાવ્યું હતું.

એમયુટીપી-થ્રી/એ યોજનામાં બોરીવલી-વિરાર સેક્શનમાં પાંચમી-છઠ્ઠી લાઈનનો કુલ ખર્ચ 2,184 કરોડ રુપિયાનો છે. પ્રસ્તાવિત યોજના માટે બોરીવલીથી નાયગાંવ અને વસઈથી વિરાર વચ્ચેના કોરિડોરમાં કુલ પચાસ જેટલા સ્ટ્રક્ચર તોડવામાં આવશે. આ તમામ સ્ટ્રક્ચર સરકારી હોવાથી હટાવવામાં મુશ્કેલી આવશે નહીં.

પાંચમી-છઠ્ઠી લાઈન માટે એમઆરવીસીએ કામ કર્યું છે, જે આગામી અઢી વર્ષમાં પૂરું કરવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. પ્રસ્તાવિત પ્રોજેક્ટમાં 200 કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવશે. બોરીવલીમાં ખાસ કરીને ઓફિસનું બિલ્ડિંગ, પીડબલ્યુઆઈ ઓફિસ, સબ સ્ટેશન વગેરેનું સ્થળાંતરણ કરવામાં આવશે. વસઈથી વિરારના ભાગમાં સર્વિસ બિલ્ડિંગ અને સ્ટાફ ક્વાર્ટરને તોડી નાખવામાં આવશે, એમ અધિકારીએ સ્પષ્ટતા કરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…