આમચી મુંબઈઇન્ટરનેશનલ

Mumbai-Mauritius Flight આ કારણે પાંચ કલાક મોડી પડી અને 78 વર્ષીય પ્રવાસીને…

છેલ્લાં કેટલાય સમયથી એરલાઈન્સની લાપરવાહીના એટલા બધા કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે નહીં પૂછો વાત. કોઈ વખત એન્જિનમાં ખરાબી તો ક્યારેક કોઈ બીજી મુશ્કેલી… આવી જ એક ઘટના મુંબઈથી મોરેશિયસ માટે ટેક ઓફ કરનારી એર મોરેશિયસની ફ્લાઈટ MK749 વખતે પણ બની હતી. ફ્લાઈટમાં આવેલી ખરાબીને કારણે અનેક લોકોની તબિયત ખરાબ થઈ ગઈ હતી. એટલું જ નહીં પ્રવાસીઓએ આને કારણે મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો.

આ ઘટના 24મી ફેબ્રુઆરીના એ સમયે બની હતી જ્યારે મુંબઈથી મોરેશિયસ માટે જનારી ફ્લાઈટના એન્જિનમાં ખરાબી સર્જાઈ હતી. આ ફ્લાઈટના પ્રવાસીએ પોતાના નિર્ધારિત સમયે એટલે કે સવારે 3.45 કલાકે બોર્ડિંગ કર્યું હતું. પ્રવાસીઓએ બોર્ડ કરી લીધા બાદ ફ્લાઈટના એન્જિનમાં ખરાબી સર્જાઈ હોવાની જાણ થઈ હતી અને એક પણ પ્રવાસીને ફ્લાઈટમાંથી ઉતરવાની પરવાનગી નહોતી આપવામાં આવી.

ફ્લાઈટમાં ખરાબી થવાને કારણે એસીમાં પણ સમસ્યા સર્જાઈ હતી અને એ પણ બંધ થઈ ગયા હતા. પ્રવાસીઓ પાંચ કલાક સુધી ફ્લાઈટમાં અંદર ફસાયેલા રહ્યા હતા. દરમિયાન ફ્લાઈટમાં સવાર 78 વર્ષીય એક વૃદ્ધની સાથે સાથે અન્ય નાના બાળકોને પણ શ્વાસ લેવામાં સમસ્યા પડી રહી હતી અને એમની તબિયત વધારે ખરાબ થઈ ગઈ હતી. આ 78 વર્ષીય વૃદ્ધની ઓળખ બનુદત્ત બુલાઉકી કરવામાં આવી હતી.

લાંબો સમય સુધી કવાયત કરવા છતાં પણ જ્યારે સિસ્ટમ ચાલુ ના થઈ તો થોડોક સમય રહીને ફ્લાઈટ કેન્સલ કરી દેવામાં આવી અને પ્રવાસીઓને ઉતારી દેવામાં આવ્યા હતા. ફ્લાઈટ રદ કર્યા બાદ અધિકારીઓએ આવશ્યક સુવિધાઓની જોગવાઈ કરી હતી. આ ફ્લાઈટમાં પ્રવાસ કરી રહેલાં એક પ્રવાસીએ પોતાની આપવીતી સંભળાવતા જણાવ્યું હતું કે ફ્લાઈટ 4.30ના ટેક ઓફ કરવાની હતી અને એ માટે પ્રવાસીઓએ 3.45 કલાકે ફ્લાઈટમાં બોર્ડ કર્યું હતું. પરંતુ ફ્લાઈટના એન્જિનમાં ખરાબી સર્જાતા પ્રવાસીઓ પાંચ કલાક સુધી ફ્લાઈટમાં અટવાઈ પડ્યા હતા અને તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button