આમચી મુંબઈમહારાષ્ટ્ર

કુરિયરની ઓફિસમાં ઘૂસી હથિયારની ધાકે લૂંટ ચલાવનારી ટોળકીના સભ્યો પકડાયા

પાલઘર: પાલઘર જિલ્લામાં કુરિયરની ઓફિસમાં ઘૂસીને હથિયારની ધાકે રોકડ લૂંટનારી ટોળકીના પાંચ સભ્યોને પોલીસે પકડી પાડીને લોકઅપભેગા કરી દીધા હતા. માણિકપુર પોલીસ સ્ટેશનના ક્રાઇમ ડિટેક્શન સેલ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.

માણિકપુર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે 19 ઑગસ્ટે લૂંટારુ ટોળકી કુરિયરની ઓફિસમાં ઘૂસી હતી અને માલિકને હથિયારની ધાક દાખવીને રોકડ લૂંટી હતી.

આ પણ વાંચો: વિદેશમાં સ્થાયી કરવા અને નોકરી અપાવવાને બહાને લૂંટ ચલાવનારી ટોળકી પકડાઈ

આ પ્રકરણે ગુનો દાખલ કર્યા બાદ પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા અને બાદમાં મળેલી માહિતીને આધારે અજય બલરામ મંડલને તાબામાં લીધો હતો. અજય મંડલની પૂછપરછમાં તેના સાથીદારોનાં નામ સામે આવ્યાં હતાં.

પોલીસે બાદમાં કર્ણાટકના શંકર ગૌડા, ઉત્તર પ્રદેશના વિજય સિંહ, નવી દિલ્હીના મોહંમદ શેખ અને ઝારખંડના લાલમણી યાદવને પકડી પાડ્યા હતા.

આરોપીઓ વિરુદ્ધ મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક સહિત અન્ય રાજ્યોમાં ગુના નોંધાયેલા છે. પોલીસે આરોપીઓ પાસેથી ઑટોમેટિક પિસ્તોલ, આઠ જીવંત કારતૂસ તથા અન્ય મતા જપ્ત કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button