મુંબઈમાં જરાંગે પાટીલના મરાઠા આંદોલનને લઈને સરકારે બોલાવી બેઠક
મુંબઈ: મરાઠા સમાજને કુણબી પ્રમાણ પત્ર આપી ઓબીસી સમાજના ક્વોટામાંથી આરક્ષણ આપવાની અરજી માટે મનોજ જરાંગે પાટીલ દ્વારા હવે મુંબઈમાં આંદોલન કરવામાં આવવાનું છે. મરાઠા આરક્ષણની માગણીને લઈને અંતરવલી સરતી ગામથી જરાંગે મુંબઈમાં આંદોલન કરવા માટે રવાના થઈ ગયા છે. આ આંદોલન 26મી જાન્યુઆરીએ મુંબઈમાં પહોંચશે એવી માહિતી જરાંગે પાટીલે આપી હતી. મુંબઈમાં મરાઠા આંદોલનને લઈને મહારાષ્ટ્ર સરકાર દ્વારા અમુક પગલાં લેવામાં આવ્યા છે. આ મામલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પ્રધાનોની બેઠક બોલાવી હતી. આજે સાંજે ચાર વાગ્યે શિંદે મરાઠા આરક્ષણના કાર્યકર મનોજ જરાંગે પાટીલ સાથે ચર્ચા પણ કરશે એવી માહિતી સૂત્રોએ આપી હતી.
મરાઠા સમાજને આરક્ષણ મળે તે માટે જરાંગે પાટીલે સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. જેથી હવે જરાંગે પાટીલે અંતરવલી સરતી ગામથી મુંબઈનો પ્રવાસ શરૂ કર્યો છે. જરાંગે પાટીલનું મરાઠા આંદોલન મુંબઈમાં આવવાનું છે, આ બાબતને લઈને મુખ્ય પ્રધાન શિંદેએ આજે તેમના બંગલા પર બેઠક બોલાવી હતી. આ બેઠકમાં રાજ્યના દરેક જિલ્લા અધિકારી અને વિભાગના કમિશનર પણ હાજર રહ્યા હતા. સરકાર દ્વારા મરાઠા આરક્ષણને લઈને જરાંગે પાટીલ સાથે સતત ચર્ચા કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
મુંબઈમાં મરાઠા આરક્ષણ અંદલન શરૂ થયા બાદ શહેરમાં કાયદા અને સુવ્યવસ્થાને જોખમ ઊભું થાય એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેથી જરાંગે પાટીલ મુંબઈમાં આંદોલન ન કરે તે માટે તેમની સાથે સતત ચર્ચા ચાલી રહી છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં જરાંગે પાટીલની માગણી પર ચર્ચા કરવામાં આવશે, એવી માહિતી સૂત્રોએ આપી હતી.
અંતરવલી સરતી ગામથી શરૂ થયેલી યાત્રામાં જરાંગે પાટીલે કહ્યું હતું કે મારે મરાઠાઓને કહેવું છે કે હું આગળના સમયમાં તમારી સાથે હોઉ કે ન હોઉ પણ મરાઠાઓની એકતામાં ફૂટ પાડવા દેશો નહીં. આરક્ષણ લીધા વગર આપણે પાછળ નહીં હટીશું. અનેક લોકો દ્વારા આપના લોકોને મારવાનો કટ રચવામાં આવી રહ્યો છે. સરકાર દ્વારા કુણબી પત્ર મળ્યા છતાં મરાઠાઓને આરક્ષણ આપવામાં નથી આવી રહ્યું, એવી પાટીલે કહ્યું હતું.