આમચી મુંબઈમહારાષ્ટ્ર

‘અટલ સેતુ’ પર બન્યો પહેલો અકસ્માત, જાણો શું થયું?

મુંબઈ: તાજેતરમાં ઉદ્ઘાટન કરવામાં આવેલા અટલ સેતુ પર પહેલા રોડ અકસ્માતની દુર્ઘટના બની હતી. આ કાર અકસ્માતનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર પણ જોરદાર વાીરલ થયો હતો. રવિવારે બપોરે આ અકસ્માત થયો હતો. અટલ સેતુ પર એક કાર રસ્તા પર લગાવેલા ડિવાઇડર સાથે ટકરાઈને આખી ઊંધી વળી ગઈ હતી. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. આ મામલે અધિકારીએ જણાવ્યું હતું કે આ અકસ્માતમાં મહિલાને ઇજા થઈ હતી.

સૌથી મહત્ત્વની બાબત એ છે કે અટલ સેતુ પર આ પહેલો જ અકસ્માત સર્જાયો છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં એક બેકાબૂ કાર ખૂબ જ સ્પીડમાં ડિવાઇડર સાથે ટકરાતાં ઊંધી વળી ગઈ હતી. સૌથી મોટી રાહતની વાત એ હતી કે એક કારથી આગળ નીકળી ગઈ હતી, જે થોડા અંતર માટે બચી ગઈ હતી.

આ અકસ્માત વિશે મુંબઈ પોલીસના એક અધિકારીએ કહ્યું હતું કે અકસ્માત થયેલી કારમાં 11 વર્ષના બે બાળકો સાથે બે મહિલા પણ હતી. આ કાર નવી મુંબઈથી મુંબઈ આવી રહી હતી તે દરમિયાન અટલ સેતુ પર આ અકસ્માત થયો હતો.
મળતી માહિતી મુજબ કાર ચલાવતી મહિલાનું કાર પરથી નિયંત્રણ ગુમાવતા કાર થોડે અંતરે જઈને ડિવાઇડર સાથે અથડાતાં તે ઊંધી વળી ગઈ હતી.

આ અકસ્માતમાં કારને નુકસાન થયું હતું. આ અકસ્માત પછી વીડિયો પણ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં આવ્યો હતો, જ્યારે લોકોએ કારચાલકની ઝાટકણી કાઢી હતી. કારચાલકની એક સામાન્ય બેદરકારી કેટલા લોકોને ભોગ બનવું પડે છે, તેથી કાર પણ તકેદારીપૂર્વક ચલાવવાનું જરુરી છે, એમ એક યૂઝરે જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button