આમચી મુંબઈ

આઠ દીકરીના બાપને પરણવાનું મન થયું અને પત્નીએ ભર્યું એવું પગલું કે

પુણે: મહારાષ્ટ્રના પુણે નજીક આવેલા પિંપરી-ચિંચવડમાં એક ચોંકાવનારી ઘટના જાણવા મળી છે. પિંપરી-ચિંચવડમાં આઠ દીકરીના બાપને પરણવાની ઈચ્છા થયા પછી મુશ્કેલીમાં પરિવાર સપડાયો હતો. પરિણીત વ્યક્તિને બીજી વખત લગ્ન કરવાનું વિચાર્યું હતું અને આ વાતની જાણ પત્નીને થયા પછી પત્નીએ પતિને મારી નાખવાની સુપારી આપી હતી.

પત્નીએ બાજુમાં રહેતા બે પાડોશીને તેના પતિને પતાવી નાખવાની સુપારી આપી હતી. મહિલાના પતિ પર પડોશીઓએ ધારદાર ચાકુ વડે 20 જેટલા ઘા કરી તેને જખમી કરી ત્યાંથી ભાગી ગયા હતા. પતિ ઇજાગ્રસ્ત હાલતમાં મળતા તેને પરિવારે તેને હોસ્પિટલમાં દાખલ કર્યો છે અને તેની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસના જણાવ્યાનુસાર મીઠાઈલાલ બરુડ અને તેની પત્ની રત્ના અનેક વર્ષોથી એકબીજા સાથે લગ્ન સંબંધમાં છે અને તેમને આઠ દીકરી છે. મીઠાઈલાલને દીકરાની ઈચ્છા હતી, તેથી તેણે બીજા લગ્ન કરવાનું નક્કી કર્યું હતું, જે તેના માટે જીવનું જોખમ બન્યું હતું.

દીકરો ન હોવાથી તે હંમેશાં ઉદાસ રહેતો હતો. એટલું જ નહીં, પત્ની રત્નાને તે માનસિક અને શારીરિક ત્રાસ પણ આપતો હતો. દીકરો મેળવવાની ઈચ્છાને કારણે તેણે બીજા લગ્ન કરવાનું વિચાર્યું હતું. મીઠાઈલાલ બીજા લગ્ન કરવાનું જાણ થયા પછી તેની પત્નીએ મીઠાઈલાલને મારવાની પ્લેનિંગ કરી તેના બે પડોશીઓને પાંચ લાખ રૂપિયાની સુપારી આપી હતી.

મીઠાઈલાલને મારવાની સુપારી આપેલા બે વ્યક્તિએ સાત ડિસેમ્બરે મીઠાઈલાલના ઘરે ગયા હતા અને ત્યાં તેને સૂતો જોઈ તેના પર ચાકુ વડે 20 વખત વાર કર્યાં હતા. મીઠાઈલાલની ચીસો સાંભળી આસપાસના બીજા લોકો પણ ગભરાઈ ગયા હતા. મીઠાઈલાલ પર હુમલો કરી ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ત્યાર બાદ લોહીલુહાણ હાલતમાં મીઠાઈલાલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે આ મામલે મીઠાઈલાલની હત્યા કરવાની યોજના મુદ્દે પત્ની રત્ના અને તેના બે સાથીદારની ધરપકડ કરી છે. હાલમાં આ મુદ્દે આગળની તપાસ હાથ ધરી છે. હવે મીઠાઈલાલની આઠ દીકરીનું શું થશે એ બાબત ચર્ચાનો વિષય બન્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button