ચૂંટણી પંચની અપીલને મળ્યો ઉત્તમ પ્રતિસાદ
ઉપનગરમાં 17 હાઉસિંગ સોસાયટીમાં હશે મતદાનકેન્દ્ર
મુંબઈ: ચૂંટણી પંચે કરેલી અપીલને શહેરીજનો દ્વારા ઉત્તમ પ્રતિસાદ સાંપડ્યો છે. ઉપનગરમાં આવેલી 17 ઉચ્ચભ્રૂ હાઉસિંગ સોસાયટી ભોંયતળિયે મતદાનકેન્દ્રો ઊભાં કરવા માટે આગળ આવી છે. આને કારણે નાગરિકોને સરળ રીતે મતદાનકેન્દ્રો પર પહોંચવું શક્ય બનશે.
મતદાનના દિવસે અનેક ઉચ્ચભ્રૂ હાઉસિંગ સોસાયટીઓમાંના નાગરિકોને મતદાનકેન્દ્ર સ્થળ દૂર હોવાથી મતદાન કરવાનો કંટાળો આવતો હોય છે. આને કારણે જ હાઉસિંગ સોસાયટીઓમાં મતદાનની ટકાવારી ઓછી થતી હોય છે.
હાલની લોકસભાની ચૂંટણીમાં સોસાયટીઓના રહેવાસીઓને વિચાર કરીને ચૂંટણી પંચે આવી હાઉસિંગ સોસાયટીઓમાં મતદાનની ટકાવારી વધે એટલે સોસાયટીઓને તેના પ્રાંગણમાં મતદાનકેન્દ્રો ઊભા કરવાનો નિર્ણય લીધો છે. આ માટે ચૂંટણી પંચે હાઉસિંગ સોસાયટીઓને સુદ્ધાં આગળ આવવા માટેની અપીલ કરી હતી, જેનો ઉત્તમ પ્રતિસાદ સાંપડ્યો છે અને ઉપનગરની 17 ઉચ્ચભ્રૂ સોસાયટીઓએ મતદાનકેન્દ્રો ઊભા કરવા માટેની જગ્યાની વ્યવસ્થા કરી છે.
આપણ વાંચો: … અને આખરે ચૂંટણી પંચે પોતાનો એ નિર્ણય પાછો ખેંચ્યો
જે સોસાયટીઓમાં વસતિ વધારે છે અને તેઓને મતદાન કરવા માટે કેન્દ્ર દૂર સુધી જવું પડે છે, એવી સોસાયટીઓના રહેવાસીઓને ફાયદો થાય એ માટે પંચે આવો નિર્ણય લીધો છે. 85 વર્ષથી વધારે વય ધરાવતા અને દિવ્યાંગ મતદારોને સોસાયટીઓમાં મતદાનકેન્દ્રો જવામાં આસાની થઇ રહે એ માટે આ નુસખો અપનાવવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઉપનગરમાં કુલ 7353 મતદાનકેન્દ્રો છે. મતદાનની ટકાવારી વધારવાની દૃષ્ટિએ મુંબઈ ઉપનગર જિલ્લાની 17 હાઉસિંગ કોલોનીમાં મતદાનકેન્દ્રો ઊભાં કરવામાં આવ્યાં છે. હજી આવી 50થી 60 હાઉસિંગ કોલોનીમાં આવાં મતદાનકેન્દ્રો ઊભા કરવાની નેમ છે, એવું ઉપજિલ્લા ચૂંટણી અધિકારી તેજસ સમેળે જણાવ્યું હતું. સ્વીપ અંતર્ગત મોબાઈલ ડિસ્પ્લે વેન, સોશિયલ મીડિયા, મતદાન કરતાં કાર્યક્રમો સોસાયટીઓમાં રાખવામાં આવવાની હોવાની માહિતી પણ સમેળે આપી હતી.
ચૂંટણી પંચે સર્વેક્ષણ કરીને અણુશક્તિનગર, ચેમ્બુર, બાંદ્રા પશ્ચિમ, અંધેરી, વર્સોવા એમ અનેક ભાગોને નક્કી કર્યા છે. ઉપનગરમાં 17 કેન્દ્ર ઉચ્ચભ્રૂ હાઉસિંગ સોસાયટીઓમાં ઊભાં કરવામાં આવશે. આ સંખ્યા વધી શકે એમ છે.