દરેક ગામમાંથી ઉમેદવારોને ચૂંટણીમાં ઉતારવાની જરાંગે પાટીલની જાહેરાત બાદ ચૂંટણીપંચ ચિંતિત
મુંબઈ: મરાઠા આરક્ષણ માટે આંદોલન કરી રહેલા મરાઠા નેતા મનોજ જરાંગે પાટીલે લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રના દરેક ગામમાંથી મરાઠા સમાજનો એક ઉમેદવારને ચૂંટણીના મેદાનમાં ઉતારવાની જાહેરાત બાદ જિલ્લા પ્રશાસન ચિંતામાં મુકાયું છે.
આ બાબતને લઈને ધારાશિવ જિલ્લાના કલેક્ટર દ્વારા ચૂંટણી પંચને પત્ર લખીને મરાઠા નેતા દરેક ગામથી ચૂંટણીમાં
ઉતરશે તો સમસ્યા નિર્માણ થઈ શકે છે અને આ કારણને લીધે ચૂંટણી કરવાવવું શક્ય નહીં બને જેથી ચૂંટણી પ્રણાલી સામે મુશ્કેલી સર્જાઈ શકે છે એ બાબતે સૂચનો માગ્યા છે.
ધારાશિવ જિલ્લામાં ઇવીએમની ક્ષમતા કરતાં ખૂબ જ વધારે ઉમેદવારોને ચૂંટણીના મેદાનમાં ઉતારવાની જરાંગે પાટીલની જાહેરાતથી ચૂંટણી પંચ સામે સમસ્યા નિર્માણ થઈ છે. ધારાશિવ જિલ્લામાં આઠ લોકસભા સીટ છે.
છ માર્ચે ધારાશિવના કેલેક્ટરે પત્રમાં લખ્યું હતું કે મરાઠા સમાજ દ્વારા ઇવીએમની ક્ષમતા કરતાં વધુ ઉમેદવારો ઉતારવામાં આવશે એ બાબતની શક્યતા છે જેથી આવું થશે તો બેલેટ પેપર વડે ચૂંટણી લેવામાં આવી શકે છે. ચૂંટણી પંચે મોટા પ્રમાણમાં વોટ બોક્સની સુવિધા ઊભી કરવી પડશે.
જો આ વિસ્તારમાં બેલેટ પેપર પર ચૂંટણી થતાં વોટ બોક્સને સ્ટ્રોંગ રૂમ સુધી લઇજવા માટે વધુ વાહનો અને પુષ્કળ મનુષ્યબળની જરૂર જણાશે અને તેની સાથે તેને સુરક્ષા પૂરી પાડવા માટે પણ જરૂરી વ્યવસ્થા કરવી પડશે.
ગયા વર્ષે ઑક્ટોબરમાં પરભણી જિલ્લાના એક ગામમાં 155 જેટલા ઉમેદવારો ચૂંટણીમાં ઉતાર્યા હતા જેને લીધે ચૂંટણી પંચ દ્વારા પેટાચૂંટણીઓ સ્થગિત કરીને આ નિર્ણય અંગેનો પત્ર પરભણી કલેક્ટરને મોકલવામાં આવ્યો છે. ઉ