વહુને ટીવી જોવા ન દેવું એ ક્રુરતા? બૉમ્બે હાઇ કોર્ટે વીસ વર્ષ પહેલાના કેસમાં પતિ અને તેના પરિવારજનોને દોષમુક્ત કર્યા
મુંબઈ: બૉમ્બે હાઇ કોર્ટની ઔરંગાબાદ બેન્ચે વીસ વર્ષ પહેલાના ઘરેલુ હિંસા કેસમાં એક વ્યક્તિ સહિત તેના પરિવારને દોષી ઠરાવનારો આદેશ રદ કર્યો હતો.
‘મરણ પથારીએ પડેલી મહિલાને તેના સાસરીયાવાળાઓ સતત ટોણ મારતા હતા, ટીવી જોવા દેતા નહોતી, મંદિરમાં એકલા જવા દેતા નહોતા અને પાડોશીઓ સાથે બોલવા પણ દેતા નહોતા એવો આરોપ કરાયો હતો, પરંતુ જે આરોપ કરાયા હતા તેમાંથી કોઇ પણ આરોપ ગંભીર નહોતા અને તેની ક્રૂરતા તરીકેની વ્યાખ્યા ન થઇ શકે’, એમ કોર્ટે જણાવ્યું હતું.
આ પણ વાંચો: બદલાપુર કેસ: સ્કૂલના ટ્રસ્ટીઓના હાઇ કોર્ટે જામીન નકાર્યા
વીસ વર્ષ પહેલા સેશન્સ કોર્ટે આરોપી પતિ, તેના માતાપિતા અને ભાઇને સંબંધિત કલમ હેઠળ દોષી ઠરાવ્યા હતા. ત્યાર બાદ આરોપીએ બૉમ્બે હાઇ કોર્ટમાં ધા નાખી હતી. હવે અંદાજે વીસ વર્ષ બાદ ઔરંગાબાદ બેન્ચે સેશન્સ કોર્ટનો આરોપીને દોષી ઠરાવતો આદેશ રદ કર્યો છે.
હાઇ કોર્ટના ૧૭મી ઓક્ટોબરના આદેશમાં જણાવાયું છે કે અરજદાર પર મૃત મહિલાએ જમવાની મજાક ઉડાવવી, ટીવી જોવા ન દેવું, પાડોશી સાથે બોલવા ન દેવું, મંદિરમાં જવા ન દેવું અને અડધી રાત્રે પાણી ભરવાની ફરજ પાડવી વગેરે આરોપ કર્યા હતા. ફરિયાદીના જણાવ્યાનુસાર મૃત મહિલા અને અરજદારના લગ્ન ૨૪મી ડિસેમ્બર, ૨૦૦૨માં થયા હતા. ફરિયાદીએ આરોપ કર્યો હતો કે લગ્ન બાદ પતિ અને તેના સાસરિયા પક્ષ તરફથી પીડિતા સાથે ખરાબ વર્તન કરવામાં આવતું હતું. તેના પર અત્યાચાર કર્યો હતો. આ ત્રાસથી કંટાળીને પીડિતાએ કંટાળીને જીવન ટૂંકાવ્યું હતું.
આ પણ વાંચો: લગ્ન કર્યા વિના મહિલા માગતી હતી મેઈન્ટેનનન્સ, હાઈ કોર્ટે ભર્યું આ પગલું…
કોર્ટે નોંધ્યું હતું કે જે ગામમાં પીડિતા અને તેના સાસરિયાના લોકો રહેતા હતા ત્યાં અડધી રાતે જ પાણી આવતું હતું અને સંપૂર્ણ ગામવાળા રાત્રે જ પાણી ભરતા હતા. પતિ અને પરિવારજનો પર કરાયેલા આરોપો કાયદાની દૃષ્ટિએ ગુનો ગણાવી શકાય નહીં.