બદલાપુરથી પનવેલ અને નવી મુંબઈ પહોંચવાનું થશે વધુ ઝડપી, જાણો કારણ?

મુંબઈઃ બદલાપુરથી પનવેલ સુધીની 4.25 કિલોમીટર લાંબી ટનલ 15 મહિનાના વિક્રમી સમયમાં પૂર્ણ થઇ ગઇ છે. આ પ્રોજેક્ટ પૂરો કરવા માટે બે વર્ષની સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી. જોકે, ટનલનું કામ સમય પહેલા જ પૂરું થઈ ગયું છે. આ ટનલના કારણે બદલાપુરથી પનવેલ સુધીની સફર માત્ર 10 જ મિનિટમાં પૂરી થઈ જશે.
આ પણ વાંચો: ગણેશભક્તો માટે વધારાની બેસ્ટની બસો અને મેટ્રો દોડાવાશે
વડોદરા જેએનપીટી હાઇ-વે પર બદલાપુરથી પનવેલ સુધી 4.25 કિલોમીટર લાંબી મહારાષ્ટ્રની સૌથી મોટી ટનલ બનાવવામાં આવી છે. આ ટનલ માત્ર પંદર મહિનામાં તૈયાર થઈ ગઈ હોવાથી બદલાપુર અને નવી મુંબઈ વચ્ચેના ટ્રાવેલના સમયમાં મોટી બચત થશે.
પાલઘર, થાણે અને રાયગઢ જિલ્લામાં હાલ વડોદરા જેએનપીટી હાઇવેનું કામ ચાલી રહ્યું છે. બદલાપુરથી પનવેલ ટનલ આ હાઇવેનો સૌથી મહત્વપૂર્ણ તબક્કો છે. આ માટે તૈયાર કરવામાં આવેલી બદલાપુરથી પનવેલ સુધી 4.25 કિલોમીટર લાંબી ટનલ 22 મીટર પહોળી છે અને તેમાં ચાર લેન હશે.
આ પણ વાંચો: મેટ્રો માટે લાઇનમાં ઊભા રહેવાની માથાકૂટથી મુકિત્ મળશે મુંબઈગરાઓને
આ ટનલના બાંધકામમાં બે વર્ષનો સમય લાગવાની સંભાવના હતી, પણ કામ માત્ર 15 મહિનામાં જ પૂરું થઈ ગયું છે. કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ પણ ટનલનું કામ નિયત સમય કરતાં વહેલું પૂરું કરવા બદલ પ્રશંસા કરી છે.
એક વાર હાઈવે ચાલુ થઈ ગયા બાદ ટનલ માત્ર 10 મિનિટમાં બદલાપુરથી પનવેલ સુધીની મુસાફરી શક્ય બનશે.
બદલાપુરથી નવી મુંબઈ સુધીની સફર અટલ સેતુના માધ્યમથી માત્ર 30થી 40 મિનિટમાં કરી શકાશે.
આ પણ વાંચો: લંડન જેવી પોડ ટેક્સી મુંબઈમાંઃ એમએમઆરડીએએ લીધો મોટો નિર્ણય…
આ હાઈ-વેને કારણે નવી મુંબઈ એરપોર્ટને કનેક્ટિવિટી મળશે. આ મહામાર્ગ પર માલસામાનની મોટા પાયે હેરફેર થવાની સંભાવના હોવાથી બદલાપુર અને તેની આસપાસના પટ્ટામાં હાઇવે પર કમર્શિયલ હબ અને ગોદામ ઊભા થશે જેના કારણે સ્થાનિક લોકોને રોજગારીમાં મોટો વધારો થશે.