કોસ્ટલ રોડનો ૩.૫ કિલોમીટરનો ઉત્તર તરફનો રસ્તો ગુરુવારથી ખુલ્લો મુકાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કોસ્ટલ રોડનો વરલી હાજી અલીથી ખાન અબ્દુલ ગફાર ખાન સુધીનો ૩.૫ કિલોમીટરનો ઉત્તર તરફનો રોડ ગુરવારે વહેલી સવારના સાત વાગ્યાથી વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. તબક્કાવાર કોસ્ટલ રોડ ખોલવામાં આવી રહ્યો હોવાથી દક્ષિણ મુંબઈથી ઉપનગર જવાના સમયમાં ઘટાડો થશે.
આ પણ વાંચો: મુંબઈ કોસ્ટલ રોડ ટનલમાં લીક, એક્શનમાં આવ્યા સીએમ શિંદે

કોસ્ટલ રોડ પ્રોજેક્ટમાં હાજી અલી (લોટસ જકંશન)થી ખાન અબ્દુલ ગફાર ખાન માર્ગ સુધીનો રોડ સવારના સાત વાગ્યાથી ચાલુ કરવામાં આવ્યો હતો. હાલ અઠવાડિયામાં સોમવારથી શુક્રવાર સવારના સાત વાગ્યાથી રાતના ૧૧ વાગ્યા સુધી આ રસ્તો ખુલ્લો રહેશે. પ્રોજેક્ટમાં હજી કામ બાકી છે, તેને શનિવાર અને રવિવાર કરવામાં આવવાનું હોવાથી બે દિવસ રોડ બંધ રહેશે.
આ પણ વાંચો: કોસ્ટલ રોડ અને મહાલક્ષ્મી રેસકોર્સની સાથે ‘મુંબઈ સેન્ટ્રલ પબ્લિક પાર્ક’ પ્રોજેક્ટ સાકાર થશે: એકનાથ શિંદે
હાજી અલીથી ખાન અબ્દુલ ગફાર ખાન સુધીનો ઉત્તર દિશામાં જતો રોડ ગુરુવારથી ખુલ્લો મુકાયો છે. આ રોડ પરથી વાહનો આગળ વધીને ફક્ત સી લિંક સુધી જઈ શકાશે. અત્યાર સુધી કોસ્ટલ રોડનું ૯૧ ટકા કામ પૂરું થઈ ગયું છે. બાકીનું કામ બહુ ઓક્ટોબર ૨૦૨૪ સુધી પૂરું કરવાની યોજના હોવાનું પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ જણાવ્યું હતું