થાણેના યુવકે શૅર ટ્રેડિંગ ફ્રોડમાં 37 લાખ ગુમાવ્યા: ગુનો દાખલ

થાણે: શૅર ટ્રેડિંગમાં રોકાણ પર સારા વળતરની લાલચે થાણે જિલ્લાના રહેવાસી સાથે 37.8 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી.
કોપરી વિસ્તારમાં રહેતા ફરિયાદીનો મોબાઇલ નંબર ટેલિગ્રામ ઍપના ગ્રૂપમાં એડ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને શૅર ટ્રેડિંગમાં રોકાણ અંગે ટિપ્સ આપવામાં આવી હતી.
પોલીસ ફરિયાદ અજાણ્યા અનુસાર આરોપીઓએ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ સિક્યુરિટીઝ (ઇન્ડિયા) લિ.ના નામનું બોગસ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ શૅર કર્યું હતું, જેથી ફરિયાદીને વિશ્ર્વાસ થાય કે આ ગ્રૂપ વ્યાવસાયિક રીતે સંચાલિત છે.
આરોપીઓએ બાદમાં 4 ઑગસ્ટથી 25 ઑગસ્ટ દરમિયાન ફરિયાદી સાથે 37.8 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. રોકાણ પર કોઇ વળતર ન મળતાં છેતરાયેલા ફરિયાદીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. તેની ફરિયાદને આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
(પીટીઆઇ)
આ પણ વાંચો…શૅર ટ્રેડિંગ ફ્રોડમાં મહિલાએ 24.7 લાખ રૂપિયા ગુમાવ્યા