થાણેમાં ૨૪ કલાક માટે પાણીપુરવઠો બંધ રહેશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પાણીની પાઈપલાઈનનુંં સમારકામ હાથ ધરવામાં આવવાનું હોવાથી થાણે મહાનગરપાલિકા વિસ્તારમાં ગુરુવારથી શુક્રવાર સુધી ૨૪ કલાક માટે પાણીપુરવઠો બંધ રાખવામાં આવવાનો છે.
મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન તરફથી જે વિસ્તારમાં પાણીપુરવઠો કરવામાં આવે છે તે વિસ્તારમાં ૨૪ કલાક માટે પાણી મળશે નહીં. થાણે મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ મુંબ્રા, કલવા, માજિવડા, માનપાડા, દિવા, કલવા, વાગલે એસ્ટેટના રૂપાદેવી પાડા, કિસનનગર નંબર -બે, નહેરુનગર તેમ જ માનપાડા અંતર્ગત આવતા કોલશેત જેવા વિસ્તારોમાં ગુરુવાર, ૨૩ મેના રાતના ૧૨ વાગ્યાથી શુક્રવાર, ૨૪ મેના રાતના ૧૨ વાગ્યા સુધી પાણીપુરવઠો બંધ રહેશે.
આ પણ વાંચો : થાણેમાં કુદરતી આફતની નાગરિકને અગોતરા સૂચના મળશે
પાઈપલાઈનનું સમારકામ થયા બાદ પણ આગામી એકથી બે દિવસ સુધી ઓછા દબાણથી પાણીપુરવઠો થશે. તેથી નાગરિકોને પાણી સંભાળીને વાપરવાનું તેમ જ પાણીનો સ્ટોક કરીને રાખવાની અપીલ પાલિકાએ કરી છે.