થાણેમાં વાહન ચોરનાર ટોળકી પકડાતાં 26 ગુના ઉકેલાયા: 28 ટૂ-વ્હીલર જપ્ત | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

થાણેમાં વાહન ચોરનાર ટોળકી પકડાતાં 26 ગુના ઉકેલાયા: 28 ટૂ-વ્હીલર જપ્ત

થાણે: થાણે જિલ્લામાં વાહન ચોરનારી ટોળકીના પાંચ સભ્યોને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડીને 26 ગુના ઉકેલી કાઢ્યા હતા. આરોપી પાસેથી ટૂ-વ્હીલર જપ્ત કરવામાં આવ્યાં હતાં, જે તેમણે વિવિધ વિસ્તારોમાંથી ચોર્યાં હતાં અને તેની કિંમત 17.89 લાખ રૂપિયા છે.

ડેપ્યુટી પોલીસ કમિશનર (ક્રાઇમ) અમરસિંહ જાધવે કહ્યું હતું કે ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-2 (ભિવંડી) અને યુનિટ-3 (કલ્યાણ) દ્વારા જોઇન્ટ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

આરોપીઓની ઓળખ અતુલ સુરેશ ખંડાળે, શેખર ગોવર્ધન પવાર, આકાશ મચ્છીન્દ્ર નસરગંધ, ગાઝી લકીર હુસેન અને મુશ્તાક ઇસ્તિયાક અન્સારી તરીકે થઇ હતી. આરોપીઓની ધરપકડ કરીને પોલીસે 26 ગુના ઉકેલી કાઢ્યા હતા, જે થાણે શહેર, થાણે ગ્રામીણ, મુંબઇ અને નવી મુંબઈના વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હતા.

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button