આમચી મુંબઈ

થાણેમાં બિલ્ડિંગમાં લાગેલી આગમાં ૧૩ ઈલેક્ટ્રિક મીટર બળીને ખાખ

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે પશ્ર્ચિમમાં મંગળવારે મોડી રાતે એક રહેણાંક બિલ્ડિંગમાં લાગેલી આગમાં ૧૩ મીટર બળીને ખાખ થઈ ગયા હતા. સદ્નસીબે આગ સમયસર નિયંત્રણમાં આવી જતા કોઈ જખમી થયું નહોતું.

થાણે ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ થાણે વેસ્ટમાં મહાગિરી માર્કેટ, મહાત્મા ફુલે રોડ પર ગ્રાઉન્ડ પ્લસ પાંચ માળની ત્રિમૂર્તિ રેસિડેન્સી નામની બિલ્ડિંગ આવેલી છે.

આપણ વાચો: પુણેની બિલ્ડિંગમાં લાગેલી આગમાં વૉચમૅનનું મૃત્યુ: હોસ્ટેલની 40 વિદ્યાર્થિનીને બચાવાઈ

મંગળવારે રાતના ૧૧.૩૦ વાગ્યાની આસપાસ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા મીટર બોક્સમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટના સ્થળે ફાયરબ્રિગેડની ટીમ પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.

આ દુર્ઘટનામાં કોઈ જખમી થયું નહોતું પણ સોસાયટીનાં કુલ ૧૩ મીટર બળીને ખાખ થઈ ગયા હતા. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું પણ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને હોવાનું માનવામાં આવે છે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button