ટ્રાન્સપોર્ટ કંપનીના માલિક સાથે 1.47 કરોડની છેતરપિંડી: ત્રણ સામે ગુનો

થાણે: નવી મુંબઈમાં એક દાયકા અગાઉ છ ફ્લેટ અપાવવાને બહાને ટ્રાન્સપોર્ટ કંપનીના માલિક સાથે 1.47 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવા બદલ રિયલ એસ્ટેટ કંપનીના ડિરેક્ટર સહિત ત્રણ જણ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
નવી મુંબઈના સીબીડી બેલાપુર ખાતે રહેતા ફરિયાદીને આરોપીઓએ છ ફ્લેટ અપાવવાને બહાને જૂન, 2011થી જાન્યુઆરી, 2016 દરમિયાન રૂપિયા લીધા હતા.
ફરિયાદીને ખાતરી આપવામાં આવી હતી કે વેચાણ માટે ઔપચારિક કરાર કરવામાં આવશે અને બાદમાં ફ્લેટ્સનો કબજો આપવામાં આવશે.
આપણ વાંચો: હીરાવેપારી સાથે 1.81 કરોડ રૂપિયાની છેતરપિંડી: સુરતના ઝવેરી સામે ગુનો…
જોકે ફરિયાદીને કોઇ ફ્લેટ આપવામાં આવ્યા નહોતા અને રૂપિયા પણ પાછા કર્યા નહોતા, એમ સીબીડી બેલાપુર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
આ પ્રકરણે નોંધાવાયેલી ફરિયાદને આધારે પોલીસે શુક્રવારે રિયલ એસ્ટેટ કંપનીના ડિરેક્ટર તથા તેના બે સાથીદાર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
પોલીસે લોકોને મિલકત ખરીદતા પહેલા સાવચેત રહેવા અને દસ્તાવેજોને સંપૂર્ણ ચકાસણી કરવા માટે અપીલ કરી છે. (પીટીઆઇ)