થાણેમાં 18 માળની બિલ્ડિંગમાં ભીષણ આગ: 70થી વધુ લોકોને બચાવાયાં

મુંબઈઃ થાણેમાં આજે વહેલી સવારે ૧૮ માળની બિલ્ડિંગના ઇલેક્ટ્રિક ડક્ટમાં આગ લાગવાથી બે લોકો ઘાયલ થયા હતા અને ૭૦ થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
થાણેના શાસ્ત્રી નગર વિસ્તારમાં મિલન હિલ બિલ્ડિંગના દસમા માળે સવારે ૪.૧૪ વાગે આગ લાગી હતી. આગ દસમા અને તેરમા માળ વચ્ચેના ઇલેક્ટ્રિક ડક્ટ દ્વારા ફેલાઈ હતી, જેના કારણે ઇમારતની અંદર ભારે ધુમાડો ફેલાઈ ગયો હતો, એમ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ચીફ યાસીન તડવીએ જણાવ્યું હતું.
આપણ વાચો: 54 દિવસમાં બસમાં આગ લાગવાથી 35 લોકોએ જીવ ગુમાવ્યા, જાણો બસ અકસ્માત પછી આગ લાગવાના મુખ્ય કારણો?
ધુમાડાને કારણે ફસાયેલા લગભગ ૭૦ રહેવાસીઓને ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સ્ટાફ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. ૬૨ અને ૭૪ વર્ષના બે રહેવાસીઓ દાઝી ગયા હતા અને તેમને ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. આગને કારણે દસમા માળે બે ફ્લેટના ઇલેક્ટ્રિક ડક્ટ અને મુખ્ય દરવાજાને નુકસાન થયું હતું, અને આગ સવારે ૫.૩૦ વાગ્યા સુધીમાં કાબુમાં આવી ગઈ હતી.



