થાણેના સિનિયર સિટિઝને શેર ટ્રેડિંગ ફ્રોડમાં રૂ. 46 લાખ ગુમાવ્યા
થાણે: શેર ટ્રેડિંગમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચે થાણેના 65 વર્ષના સિનિયર સિટિઝન સાથે રૂ. 46 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી.
થાણેના ચરઇ વિસ્તારમાં રહેતા ફરિયાદીને 14 જૂનથી 1 જુલાઇ દરમિયાન છેતરવામાં આવ્યો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
ફરિયાદીએ પોલીસને જણાવ્યું હતું કે અમુક લોકોએ તેનો સંપર્ક સાધ્યો હતો અને પોતાની ઓળખ પ્રતિષ્ઠિત ફાઇનાન્શિયલ સિક્યુરિટીઝ કંપનીના કર્મચારી તરીકે આપી હતી. તેમણે શેર ટ્રેડિંગમાં રોકાણ પર આકર્ષક વળતરની ઓફર આપી હતી.
આરોપીઓએ ફરિયાદીને રૂ. 46 લાખનું રોકાણ કરવાની ફરજ પાડી હતી. ફરિયાદીએ ત્યાર બાદ વળતરની માગણી કરતાં આરોપીઓને તેના કૉલ લેવાનું બંધ કરી દીધું હતું, એમ નૌપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો :સાથીની હત્યા: થાણેમાં પ્લમ્બરને આજીવન કેદ
પોતે છેતરાયો હોવાનું ધ્યાનમાં આવતાં ફરિયાદીએ નૌપાડા પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે મોબાઇલ નંબરને આધારે ચાર આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. (પીટીઆઇ