થાણેમાં દંગલના કેસમાં 10 વર્ષ બાદ કોર્ટે તમામ 17 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

થાણેમાં દંગલના કેસમાં 10 વર્ષ બાદ કોર્ટે તમામ 17 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા

થાણે: થાણેની કોર્ટે 2015ના દંગલના કેસમાં તમામ 17 આરોપીને નિર્દોષ જાહેર કર્યા હતા, જેમાં પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા અને જાહેર સંપત્તિને નુકસાન થયું હતું. કોર્ટે ‘ઓળક કરવામાં સંપૂર્ણ નિષ્ફળતા’ અને તપાસમાં ગંભીર ખામીઓ હોવાનું કારણ આપ્યું હતું.

એડિશનલ સેશન્સ જજ વસુધા એલ. ભોસલેએ આપેલા ચુકાદામાં કહ્યું હતું કે તપાસકર્તા પક્ષના પુરાવા આરોપીઓ વિરુદ્ધ ગુનો સિદ્ધ કરવા માટે અપૂરતા હતા. થાણે જિલ્લામાં દિવા રેલવે સ્ટેશન નજીક 2 જાન્યુઆરી, 2015ના રોજ ટોળું એકઠું થયું ત્યારે આ ઘટના બની હતી.

આપણ વાંચો: લૂંટના કેસમાં એમસીઓસીએ હેઠળના આરોપીને થાણેની કોર્ટે નિર્દોષ છોડ્યા

તપાસકર્તા પક્ષ અનુસાર શસ્ત્રો સાથે આ ટોળાએ જાહેર મિલકતને નુકસાન પહોંચાડ્યું હતું અને પરિસ્થિતિ નિયંત્રણમાં લઇ રહેલા પોલીસ અધિકારીઓ પર હુમલો કર્યો હતો. આ પ્રકરણે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને 9 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં આરોપી સંતોષ પાંડુરંગ સકપાળ અને બિન્ટુ મહાવીર ચવાણના ટ્રાયલ દરમિયાન મૃત્યુ થયાં હતાં.

તપાસકર્તા પક્ષના દરેક સાક્ષીદાર, ઘાયલ પોલીસ અધિકારી અથવા નિવૃત્ત અધિકારીની જુબાનીમાં એક જ પેટર્ન જોવા મળી છે, પરંતુ વીડિયો રેકોર્ડિંગની મુખ્ય તપાસમાં ઘાતક કબૂલાતો સામે આવી છે.

આપણ વાંચો: થાણેની પ્રતિષ્ઠિત સ્કૂલમાં ચાર વર્ષની દીકરીની જાતીય સતામણી કરાઇ: માતા-પિતાનો આક્ષેપ…

એક પણ સાક્ષીદારે એક પણ આરોપીને ચોકસાઇથી ઓળખ્યો નથી. બધા પુરાવા સાંયોગિક છે અને એવું નિર્દેશિત કરે છે કે અજ્ઞાત ટોળા દ્વારા આ ગુનો આચવામાં આવ્યો હતો અને ગુના માટે જવાબદાર ઠેરવવા કાયદામાં વ્યક્તિગત જવાબદારી હોવી જોઇએ. તપાસકર્તા પક્ષના દરેક સાક્ષીદાર પોલીસ અધિકારી છે. તપાસકર્તા પક્ષે કોઇ પણ રાહદારી, દુકાનદાર અથવા તો રેલવે કર્મચારીને તપાસ્યા નથી.

તપાસકર્તા પક્ષ દ્વારા તૈયાર કરાયેલું પંચનામું ખામીયુક્ત લાગે છે તેમ જ મિલકતનું મૂલ્યાંકન પણ નિષ્ણાતો દ્વારા કરવામાં આવ્યું ન હતું. એફઆઇઆર દાખલ કરવામાં વિલંબ અંગે કોઇ સ્પષ્ટતા નથી, એમ જજે નોંધ્યું હતું.

રજૂ કરાયેલા તબીબી પુરાવામાં અભાવ જોવા મળ્યો હતો. ઘાયલ પોલીસ અધિકારીના રિપોર્ટમાં માત્ર સામાન્ય ઇજાઓ દર્શાવવામાં આવી છે, જે તબીબી અધિકારીએ સ્વીકાર્યું હતું કે પડી જવાથી તે થઇ હોઇ શકે છે, એમ કોર્ટે જણાવ્યું હતું. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button