આમચી મુંબઈ

થાણેવાસીઓ માટે બેડ ન્યૂઝ, Metro માટે હજુ આટલા વર્ષ રાહ જોવી પડશે

મુંબઈઃ થાણેમાં મેટ્રો (Thane Metro)ના કામને કારણે ટ્રાફિક જામથી પીડાતા થાણેકર મેટ્રો પર નજર રાખી રહ્યા છે, ત્યારે મેટ્રો પ્રોજેક્ટને ફરી એકવાર ‘તારીખ પર તારીખ’ મળી છે. છેલ્લા ચાર વર્ષમાં મેટ્રો પ્રોજેક્ટ પૂર્ણ થવાની તારીખ પર તારીખ આપવામાં આવી હોવાના કારણે શહેરીજનો ભારે અગવડતા અનુભવવા લાગ્યા છે.

આ પણ વાંચો: ગૂડ ન્યુઝઃ સરકારના આ નિર્ણયથી મુંબઈ મેટ્રો-3 વર્ષના અંત સુધીમાં દોડતી થવાની આશા

થાણે શહેરમાં, મુંબઈ મેટ્રોપોલિટન રિજન ઓથોરિટીએ ૨૦૧૭ થી મેટ્રો પ્રોજેક્ટનું કામ શરૂ કર્યું હતું. વડાલા-ઘાટકોપર-થાણે-કાસરવડવલી મેટ્રો શરૂઆતમાં ૨૦૨૧-૨૨માં પૂર્ણ કરવાની યોજના હતી.

તેના પછી કોરોના વાયરસના કારણે, મેટ્રો પ્રોજેક્ટનું કામ બંધ કરવામાં આવ્યું હતું અને આ પ્રોજેક્ટ માટે ફેબ્રુઆરી ૨૦૨૪ની નવી તારીખ આપવામાં આવી હતી. ત્યારબાદ જૂન ૨૦૨૫ નક્કી કરવામાં આવી હતી. પરંતુ હાલમાં જ બહાર પડેલા આર્થિક સર્વેક્ષણના અહેવાલ પ્રમાણે , પ્રોજેક્ટ હવે ડિસેમ્બર ૨૦૨૫ પછી પૂર્ણ થઈ શકે છે.

આ પણ વાંચો: ચોમાસા દરિમયાન મેટ્રો અને મોનો રેલના પ્રવાસીઓ માટે ટોલ ફ્રી નંબર જાહેર કર્યો

આ ઉપરાંત કાસરવડવલી-ગાયમુખ પ્રોજેક્ટ, જે આ પ્રોજેક્ટનો બીજો તબક્કો છે તે ડિસેમ્બર ૨૦૨૫ પછી જ પૂર્ણ થશે. થાણે-ભીવંડી-કલ્યાણ પ્રોજેક્ટ ૨૦૧૯ માં શરૂ થયો છે અને આ મેટ્રો ૨૦૨૩-૨૪ સુધીમાં પૂર્ણ થવાની હતી. ત્યારપછી તેને ઓક્ટોબર ૨૦૨૪, ડિસેમ્બર ૨૦૨૫ અને હવે જૂન ૨૦૨૬ સુધી લંબાવવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button