થાણેવાસીઓ જાણી લો Water Supplyને ક્યારે થશે અસર?

મુંબઈઃ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (Thane Municiple Corporation)ની પોતાની પાણી પુરવઠા યોજના (water supply)નું સમારકામ હાથ ધરવામાં આવનારું હોય ૨૧મી જૂનને શુક્રવારે સવારે ૧૧ વાગ્યાથી ૨૨મી જૂનને શનિવારે સવારે ૧૧ વાગ્યા સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં ૨૫૦ મિલિયન લિટર પાણીનો પુરવઠો બંધ રહેશે.
થાણે શહેરને ચાર સ્ત્રોતો દ્વારા દરરોજ ૫૯૦ મિલિયન લિટર પાણી પૂરું પાડવામાં આવે છે. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનની પોતાની પાણી પુરવઠા યોજનામાંથી ૨૫૦ મિલિયન લિટર, મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમમાંથી ૧૩૫ મિલિયન લિટર, સ્ટેમ કંપની પાસેથી ૧૨૦ મિલિયન લિટર અને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી ૮૫ મિલિયન લિટર પાણી પૂરું પાડવામાં આવે છે. જેના કારણે શહેરમાં પાણી પુરવઠા માટે આ સ્ત્રોતો મહત્વના ગણાય છે.
આ પણ વાંચો : Sion-Dharavi વચ્ચે પ્રવાસ કરવાના છો? આજ રાતથી આ બ્રિજ પર ભારે વાહનોને No Entry
આ સમયગાળા દરમિયાન, સ્ટેમ કંપની તરફથી પાણી પુરવઠો વિભાગ મુજબ ચાલુ રાખવામાં આવશે. જે મુજબ ૨૧ જૂનને શુક્રવારે સવારે ૧૧થી ૧૧ વાગ્યા સુધી ૧૨ કલાક માટે ઘોડબંદર રોડ, સાકેત નવી પાઈપલાઈન ખાતે પાણી પુરવઠો બંધ રહેશે. તો ૨૧ જૂન શુક્રવારે રાત્રે ૧૧ વાગ્યાથી ૨૨ જૂન શનિવારે સવારે ૧૧ વાગ્યા સુધી રિતુપાર્ક, જેલ, ગાંધીનગર, સમતા નગર, સિદ્ધેશ્વર, ઈટરનિટી, જોન્સન, મુંબ્રા અને કલવાના કેટલાક વિસ્તારોમાં ૧૨ કલાક પાણી પુરવઠો બંધ રહેશે.
આ સમયગાળા દરમિયાન પીસે ઉડાન કેન્દ્રમાં કંટ્રોલ પેનલનું સમારકામ, ટેમઘર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ હાઈ પ્રેશર સબ સ્ટેશન, ફિલ્ટર બેડ વાલ્વનું સમારકામ વગેરે જેવા તાત્કાલિક કામો કરવામાં આવશે. આ બંધ બાદ આગામી એક-બે દિવસ સુધી પાણીનો પુરવઠો ઓછા દબાણથી રહેશે તેમ પાલિકા પ્રશાસને જણાવ્યુ હતું.