થાણેમાં રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારો પકડાયો | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

થાણેમાં રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારો પકડાયો

થાણે: થાણે જિલ્લામાં રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવા બદલ 43 વર્ષના શખસની ધરપકડ કરવામાં આવી હોવાનું રેલવે પોલીસે જણાવ્યું હતું.

ગવર્નમેન્ટ રેલવે પોલીસે (જીઆરપી) જણાવ્યું હતું કે આરોપી રૂપેશ મધુકર રણપિસેએ પોલીસ હેલ્પલાઇન નંબર પર રવિવારે સાંજે ચાર વાગ્યે કૉલ કર્યો હતો અને કલવે રેલવે સ્ટેશન પર બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો હોવાની જાણ કરી હતી.

આપણ વાંચો: નીતિન ગડકરીના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી; આરોપીની ધરપકડ થઇ…

કૉલ દરમિયાન આરોપીએ બડબડાટ કર્યો હતો અને પોલીસને જણાવ્યું હતું કે તે કલવા સ્ટેશન પર બોમ્બ લઇને ઊભો છે અને પરિસરને ઉડાવી દેશે.

રેલવે સ્ટેશન પર તહેનાત પોલીસ અધિકારીઓને તાત્કાલિક આ કૉલ વિશે જાણ કરવામાં આવી હતી અને રેલવે પ્રોટેક્શન ફોર્સના ડોગ સ્કવોડ તથા બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા કલવા સ્ટેશન તથા પરિસરમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે તપાસને અંતે ત્યાં કોઇ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી અને બોમ્બની વાત અફવા સાબિત થઇ હતી.

દરમિયાન રેલવે પોલીસે ધમકીભર્યો કૉલ કરનારી વ્યક્તિની શોધ ચલાવી હતી અને તેને ઝડપી પાડ્યો હતો, જે દારૂના નશામાં હોવાનું જણાયું હતું. પોલીસે આ પ્રકરણે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને મહારાષ્ટ્ર પ્રોહિબિશન એક્ટની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button