રેલવેમાં નોકરી અપાવવાને બહાને 23 લાખની ઠગાઇ: ત્રણ સામે ગુનો...
આમચી મુંબઈ

રેલવેમાં નોકરી અપાવવાને બહાને 23 લાખની ઠગાઇ: ત્રણ સામે ગુનો…

થાણે: થાણે જિલ્લામાં રેલવેમાં નોકરી અપાવવાને બહાને લોકો સાથે 23 લાખ રૂપિયાની ઠગાઇ આચરવા પ્રકરણે ત્રણ વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ડોંબિવલીના રહેવાસીએ આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે આરોપીઓ વિરુદ્ધ બુધવારે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો.

વિશાલ નિવાતે નામના આરોપીએ તેની ઓળખ રેલવેમાં ક્લર્ક તરીકે આપી હતી અને ફરિયાદીનો સંપર્ક સાધીને તેના પુત્ર તથા અન્ય બે જણને રેલવેમાં ક્લર્ક તથા ટિકિટ ચેકર (ટીસી)ની નોકરી મેળવી આપવાનું કહ્યું હતું. વિશાલ તથા તેના બે સાથીદારે ત્રણ યુવાનને બનાવટી આઇડી કાર્ડ તથા જોઇનિંગ લેટર આપ્યા હતા અને છેલ્લા પાંચ મહિનામાં તેમની પાસેથી 23 લાખ રૂપિયા લીધા હતા.

જોકે રૂપિયા આપવા છતાં નોકરી અંગે કોઇ હિલચાલ ન થતાં આરોપીઓનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, પણ યોગ્ય જવાબ મળ્યો નહોતો. પોતે છેતરાયા હોવાનું ધ્યાનમાં આવતાં યુવાનોએ પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવી હતી. આ કેસની તપાસ ચાલી રહી હોવાથી હજી સુધી કોઇની પણ ધરપકડ કરવામાં આવી નથી, એમ પોલીસે કહ્યું હતું. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »
Back to top button