સાત આરોપીને હૉસ્પિટલ લઈ જતી વખતે બેદરકારી: નવ પોલીસ સસ્પેન્ડ | મુંબઈ સમાચાર

સાત આરોપીને હૉસ્પિટલ લઈ જતી વખતે બેદરકારી: નવ પોલીસ સસ્પેન્ડ

થાણે: થાણેમાં સાત આરોપીને તબીબી તપાસ માટે લઈ જતી વખતે ફરજચૂક અને બેદરકારી દાખવવા બદલ નવ પોલીસ અધિકારી-કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

સાત આરોપીને ચોથી ઑગસ્ટે કલવાની પાલિકા સંચાલિત હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ત્યારે પોલીસ દ્વારા અનેક અનિયમિતતા આચરાઈ હોવાનું સામે આવ્યું હતું. તેને આધારે આરોપીઓ પર યોગ્ય રીતે નજર રાખવામાં નિષ્ફળતાને લઈ ગેરવર્તણૂકની શંકા ઉપસ્થિત થતી હોવાનું કારણ આપીને ડેપ્યુટી પોલીસ કમિશનર પવન બનસોડેએ સસ્પેન્શન ઑર્ડર જારી કર્યો હતો.

આપણ વાંચો: લાલ કિલ્લામાં ડમી બોમ્બ ના પકડી શકનાર સાત પોલીસ કર્મી સસ્પેન્ડ, પાંચ બાંગ્લાદેશી પણ ઝડપાયા

સસ્પેન્ડ કરાયેલા નવ પોલીસમાં ગંગારામ ઘુલે, ગિરીશ પાટીલ, વિલાસ મોહિતે, કિશોર શિર્કે, અશોક મુંડે, સંદીપ ખરાત, સુનીલ નિકાળજે, ભરત ઝયભય અને વિક્રમ જાંબુરેનો સમાવેશ થાય છે.

હૉસ્પિટલમાં તપાસ દરમિયાન એવું જણાયું હતું કે સાતને બદલે પાંચ આરોપીની જ ગણતરી બતાવવામાં આવી હતી. એકને તો હાથકડી વગર છુટ્ટો મૂકવામાં આવ્યો હતો. એક પોલીસ અધિકારી ફરજ બજાવવાને બદલે મોબાઈલ ફોન પર વાતચીતમાં વ્યસ્ત હતો.

આપણ વાંચો: રાજસ્થાનમાં શાળા દુર્ઘટના: જર્જરિત છત ધરાશાયી થતાં 7 વિદ્યાર્થીના મોત, 10 શિક્ષક-અધિકારી સસ્પેન્ડ…

કરણ દાભલિયા અને રાજેશ પંબર નામના બે ગુમ આરોપી વિશે ઉપરી અધિકારીઓએ જવાબ માગ્યો ત્યારે પોલીસ ટીમે ગેરમાર્ગે દોરતું નિવેદન આપ્યું હતું, એવું વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

પોલીસ ટીમે પહેલાં તો એવો દાવો કર્યો હતો કે બે આરોપી એક્સ-રે માટે ગયા હતા. જોકે એક્સ-રે વિભાગ અને સપાસના પરિસરમાં તપાસ કરતાં બન્નેની કોઈ ભાળ મળી નહોતી. પછી ટીમે કહ્યું હતું કે આરોપીઓ વૉશરૂમમાં ગયા હતા, પરંતુ ત્યાં પણ તે મળ્યા નહોતા. ત્યાર બાદ બપોરે 3.50 વાગ્યે બન્ને જણ મળી આવ્યા હતા, એવું અધિકારીનું કહેવું છે. (પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button