આમચી મુંબઈ
થાણે પોલીસે રાજ્યમાં પ્રથમ ક્રિપ્ટોકરન્સી ઇન્વેસ્ટિગેશન સેલ શરૂ કર્યો

થાણે: થાણે શહેર પોલીસ દ્વારા રાજ્યનો પ્રથમ સમર્પિત ક્રિપ્ટોકરન્સી ઇન્વેસ્ટિગેશન સેલ શરૂ કરવામાં આવ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું
.
થાણે સાયબર પોલીસ કાર્યાલયમાં બુધવારે શરૂ કરાયેલા સેલનો હેતુ ઉચાપત અને છેતરપિંડી માટે ઉપયોગમાં લેવાતા ક્રિપ્ટોકરન્સી વ્યવહારોને લગતા કેસોની તપાસને મજબૂત બનાવવાનો છે, એમ સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું છે.
સાયબર ગુનાઓની તપાસ કરતી વખતે એવું જાણવા મળ્યું છે કે ગુનેગારો ક્રિપ્ટોકરન્સી દ્વારા ગુનામાંથી મળેલી રકમની ઉચાપત કરી રહ્યા છે. આને કારણે ઉચાપત કરાયેલાં નાણાં શોધી કાઢવા અને તેને જપ્ત કરવા મુશ્કેલ બની રહ્યા છે. નવો સેલ આ ખાલી જગ્યા ભરશ, એમ પણ યાદીમાં જણાવવામાં આવ્યું છે.
(પીટીઆઇ)