આમચી મુંબઈ
આશ્રમશાળાની હોસ્ટેલમાં દસમા ધોરણની વિદ્યાર્થિનીની આત્મહત્યા…

થાણે: થાણે જિલ્લાના મુરબાડમાં સરકાર સંચાલિત આશ્રમશાળામાં દસમા ધોરણની 16 વર્ષની વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
મોરોશી ગામમાં આવેલી આશ્રમશાળાની હોસ્ટેલની રૂમમાં ગુરુવારે સવારના વિદ્યાર્થિની ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. જોકે વિદ્યાર્થિનીએ કરેલી આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું.
કેટલાક વાલીઓએ હાલમાં શાળામાં કઠોર શિસ્તની ફરિયાદ કરી હતી. આદિવાસી વિકાસ પ્રધાન અશોક ઉઇકેએ કેટલાક દિવસ અગાઉ પોતાની મુલાકાત દરમિયાન શાળામાં સુવિધાઓના અભાવ વિશે નારાજગી વ્યક્ત કરી હતી. મુરબાડ પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કરીને વધુ તપાસ આદરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)



