8 દિવસમાં 2 વાર પક્ષ પલટો અંતે NCP એ આપી ટીકીટ! જાણો આ ગુનાહિત ઈતિહાસ ધરાવતો ઉમેદવાર

થાણે: મહારાષ્ટ્રમાં આગામી દિવસોમાં મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણી યોજવાની છે, જેના માટે ઉમેદવારી પત્રકો ભરી દેવામાં આવ્યા છે. સામાન્ય રીતે ચૂંટણી પહેલા નેતાઓ પક્ષપલટો કરતા હોય છે, થાણેમાં એક વ્યક્તિએ માત્ર આઠ દિવસના સમયગાળામાં બે વાર પક્ષ પલટો કર્યો અને 30 ડીસેમ્બરના રોજ ત્રીજા પક્ષમાંથી ઉમેદવારી પત્ર ભર્યું, આ શખ્સ ગંભીર ગુનાહિત ઈતિહાસ પણ ધરાવે છે.
નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)એ મયુર શિંદે નામના વ્યક્તિને ટીકીટ આપતા પાર્ટીના વફાદાર કાર્યકરોમાં રોષની લાગણી ફેલાઈ છે. કેમ કે ગુનાહિત ઈતિહાસ ધરવતો મયુર શિંદેએ આઠ દિવસમાં બે વાર પક્ષ પલટો કરીને NCPમાં જોડાયો હતો અને 30 ડિસેમ્બરે ઉમેદવારીપત્ર ભર્યું હતું, જેના કારણે વર્ષોથી પાર્ટી માટે કામ કરતા કાર્યકરો રોષ ઠાલવી રહ્યા છે.
8 દિવસમાંવે વાર પક્ષ પલટો:
અહેવાલ મુજબ 22 ડિસેમ્બર સુધી મયુર શિંદે એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના સાથે જોડાયેલો હતો, જેમાં ટીકીટ મળવાની આશા ના દેખાતા તે 23 ડિસેમ્બરના રોજ પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણની હાજરીમાં ભાજપમાં જોડાયો. તેને આશા હતી કે ભાજપ તેને સાવરકર નગર (વોર્ડ નં. 14) માટે તેને ટિકિટ આપશે, પરંતુ એવું ના થયું. અંતે છેલ્લી ઘડીએ તે NCPમાં જોડાયો અંતે ઉમેદવારી પત્રક ભર્યું.
આ પરથી સ્પષ્ટ થાય છે કે મયુર શિંદેની પાર્ટી કે પાર્ટીની વિચારધારા સાથે કોઈ વફાદારી નથી, એ કોઈ પણ શરતે ટિકિટ મેળવવા ઈચ્છતો હતો. આથી કદાચ તે ચૂંટણી જીતે તો પણ લોકો અને તેની ફરજો પ્રત્યે તેની વફાદારી અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.
મયુર શિંદેસ સામે ગંભીર આરોપો:
હવે NCPના ઉમેદવાર મયુર શિંદે ગંભીર ગુનાહિત ઈતિહાસ ધરાવે છે, તેના પર હત્યા, હત્યાનો પ્રયાસ અને ખંડણી સહિતના આરોપો લાગેલા. આ ઉપરાંત મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (MCOCA) હેઠળ તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. ઉદ્ધવ ઠાકરે જૂથના દિગ્ગજ નેતા સંજય રાઉતને ધમકી આપવાના કેસના તેની ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ 2017 માં તેણે તત્કાલીન અવિભાજિત શિવસેના પાસેથી ટિકિટ માંગી હતી, પરંતુ તેને ટિકિટ આપવામાં આવી ન હતી.
આ તારીખે યોજાશે મતદાન:
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનની કુલ 131 બેઠકો છે. ભાજપ 40 બેઠકો પર ચૂંટણી લડી રહી છે, જ્યારે એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના 87 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. રાજ ઠાકરેની મનસે અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) એ પણ થાણે ચૂંટણી માટે ગઠબંધન કર્યું છે. દરમિયાન, કોંગ્રેસ અને અજિત પવારની NCP તમામ 131 બેઠકો પર સ્વતંત્ર ચૂંટણી લડશે.
મતદાન 15 જાન્યુઆરીના રોજ થશે, જેનું પરિણામ 16 જાન્યુઆરીના રોજ જાહેર થશે.
આ પણ વાંચો…‘મતદારો મૂંઝવણમાં’કોને મત આપવો?



