આમચી મુંબઈ

થાણે મહાનગરપાલિકા ચૂંટણી: ૧૧૪ ઉમેદવાર કરોડપતિ, સરનાઇકનાં પત્ની સૌથી ધનિક

સૌથી ઓછી ૨૦,૫૦૦ રૂપિયા માસિક પગારવાળા ઉમેદવાર મેદાનમાં

મુંબઈ: મહારાષ્ટ્રમાં મહાનગર પાલિકાની ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે તેની સાથે પક્ષોમાં જોરદાર ખેંચાખેંચી ચાલી રહી છે. સૌથી વધુ થાણે જિલ્લો ગાજી રહ્યો છે, ત્યારે થાણે મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ ૬૪૯ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઊતર્યા છે. તેમાંથી ૧૧૪ ઉમેદવારની કરોડો રૂપિયાની સંપત્તિ હોવાનું સામે આવ્યું છે. પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઇકનાં પત્ની પરિષા સરનાઇક દ્વારા રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં તેમની કુલ ૩૮૧ કરોડ રૂપિયાની સંપત્તિ હોવાનું જણાયું છે. આ સિવાય શિંદે જૂથના બાબાજી પાટીલની કુલ ૧૨૬.૬૬ કરોડ સંપત્તિ છે.

કલવાના શિંદેજૂથના યુવાન નેતા મંદાર કેણીના નામ પર ૧૦૫ કરોડની મિલકત છે. આ સિવાય સૌથી ઓછી આવક મુંબ્રાના શરદ પવાર જૂથના મોહમ્મદ જૈદ અતિકની છે જેમની માસિક આવક ફક્ત ૨૦,૫૦૨ રૂપિયા છે.

અપક્ષ ઉમેદવાર પ્રમિલા કેણીની ૬૧.૬૮ કરોડ, કવિતા પાટીલના નામ પર ૫૫.૮૨ કરોડ, વિકાસ દાબાડે ૨૨.૦૮ લાખ, લોરેન્સ ડિસોઝાની ૧૬.૨૭ કરોડ, ભૂષણ ભોઇરની ૧૪.૬૮ કરોડની સંપત્તિ છે.

આ પણ વાંચો : થાણે મહાનગરપાલિકા ચૂંટણી: ફરિયાદો માટે સ્પેશિયલ ‘ગ્રીવન્સ સેલ’ શરૂ

મુંબઈ પાલિકાની ચૂંટણીમાં ઊતરેલા માજી નગરસેવકોની સંપત્તિમાં બેથી પાંચ ટકાનો વધારો થયો હોવાનું જણાયું છે. ચૂંટણીમાં ૨૨૭ વોર્ડ માટે કુલ ૧૭૦૦ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઊતર્યા છે.

ચૂંટણીના મેદાનમાં ઊતરેલા માજી મેયરો સહિત માજી નગરસેવકોએ પોતાના સોગંદનામા રજૂ કર્યા છે જેમાં ચૂંટણી પંચના નિયમ પ્રમાણે પોતાની પત્નીના નામ પરની મિલકતો તેમજ ફિક્સ અને મૂવેબલ પ્રોપર્ટી, બેૅંક ડિપોઝિટ્સ, શેર્સ, દાગીના અને કરજની માહિતી આપવી ફરજિયાત છે. કેટલાક માજી નગરસેવકોએ બિઝનેસ, કૃષિ, ભાડાની આવકો અને પગાર તરીકે આવકના સ્ત્રોત જણાવ્યા છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button