થાણેમાં લાંચના કેસમાં ડેપ્યુટી કમિશનર સહિત ત્રણને અદાલતી કસ્ટડી ફટકારાઇ...
આમચી મુંબઈ

થાણેમાં લાંચના કેસમાં ડેપ્યુટી કમિશનર સહિત ત્રણને અદાલતી કસ્ટડી ફટકારાઇ…

થાણે: થાણેમાં લાંચના કેસમાં ધરપકડ કરાયેલા પાલિકાના ડેપ્યુટી કમિશનર શંકર પાટોળે સહિત ત્રણ જણને કોર્ટે સોમવારે અદાલતી કસ્ટડી ફટકારી હતી. શંકર પાટોળે, ડેટા ઓપરેટર ઓમકાર ગાયકર તેમ જ સુશાંત સુર્વેની પોલીસ કસ્ટડી પૂરી થતી હોવાથી સોમવારે ત્રણેયને એડિશનલ સેશન્સ જજ એસ.એસ. શિંદે સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા.

આ કેસની તપાસ કરી રહેલા એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી)એ ત્રણેયની પોલીસ કસ્ટડી વધારી આપવાની માગણી કરી નહોતી. ત્રણેય જણની જામીન અરજી પર 8 ઑક્ટોબરે સુનાવણી હાથ ધરવામાં આવશે. એસીબીના અધિકારીઓએ 1 ઑક્ટોબરના રોજ થાણે પાલિકા મુખ્યાલયમાં કાર્યવાહી કરી હતી અને પાટોળે તથા ગાયકરની ધરપકડ કરી હતી.

રિયલ એસ્ટેટ ડેવલપર અભિજીત કદમે મુંબઈ એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી કે થાણે પાલિકાના અધિકારી (પાટોળે)એ થાણેમાં તેના પરિસરમાંથી અતિક્રમણો હટાવવા માટે પચાસ લાખ રૂપિયાની લાંચ માગી હતી. કદમે દાવો કર્યો હતો કે તેણે 4 જુલાઇએ સુર્વે મારફત અગાઉ 10 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. સુર્વેએ 3 ઑક્ટોબરે એસીબી સમક્ષ આત્મસમર્પણ કરતાં તેની ધરપકડ કરાઇ હતી. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button