થાણેમાં સગીર મિત્રએ આપસી ઝઘડા બાદ સગીરાને તેના જ ઘરમાં સળગાવી

થાણે: થાણેમાં સગીર મિત્રએ આપસી ઝઘડા બાદ 17 વર્ષની સગીરાને તેના જ ઘરમાં સળગાવી દીધી હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. થાણેના બાળકુમ વિસ્તારમાં 24 ઑક્ટોબરના રોજ આ ઘટના બની હતી, જેમાં 80 ટકા દાઝી ગયેલી સગીરીને હોસ્પિટલમાં દાખલ કરાઇ હોઇ તેની હાલત નાજુક છે.
કાપુરબાવડી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર પ્રવીણ માનેએ જણાવ્યું હતું કે સગીરાના 17 વર્ષના મિત્રને તાબામાં લેવાયો હતો અને તેની સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બંને વચ્ચે અગાઉ ઝઘડો થયા બાદ આરોપીએ ગુનો આચર્યો હતો.
આપણ વાચો: ભાઈ-બહેનના ઝઘડામાં ગુંડાની એન્ટ્રી: હિદાયત ખાને NRIને લાફા મારી ‘જીવતો સળગાવી દેવાની’ ધમકી આપી
આરોપી 24 ઑક્ટોબરે સગીરાના ઘરે ગયો હતો. સગીરા કશું સમજે તે પહેલા આરોપીએ તેના પર જ્વલનશીલ પદાર્થ છાંટીને આગ ચાંપી દીધી હતી. સગીરાએ મદદ માટે બૂમો પાડવા થતાં આરોપી ત્યાં જ ઊભો રહ્યો હતો અને તેને બચાવવાનો પ્રયાસ કર્યો નહોતો.
સગીરાના ઘરમાંથી ધુમાડો આવતો જોઇને પડોશીઓએ તાત્કાલિક તેના પિતાને તેની જાણ કરી હતી. બાદમાં એક શખસે આરોપીને કૉલ કર્યો હતો અને સગીરાને હોસ્પિટલ લઇ જવાની સૂચના આપી હતી.
આપણ વાચો: અમદાવાદ: પતિએ પત્નીને જીવતી સળગાવી, સાસુ પણ ગંભીર રીતે દાઝી
દરમિયાન આરોપી અન્યોની મદદથી સગીરાને થાણેની સિવિલ હોસ્પિટલમાં લઇ ગયો હતો, જ્યાં તેની તબિયત કથડવાને કારણે તેને વધુ સારવાર માટે મુંબઈની કેઇએમ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તેની સ્થિતિ અત્યંત ગંભીર છે.
આ ઘટના બાદ આરોપીને તાબામાં લેવાયો હતો અને તેને જુવેનાઇલ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. કોર્ટના આદેશ બાદ તેને બાળસુધારગૃહમાં મોકલી અપાયો હતો.
કાપુરબાવડી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 109 (હત્યાનો પ્રયાસ) અને 351 (2) (ફોજદારી ગુનો) હેઠળ ગુનો દાખલ કરાયો હતો. (પીટીઆઇ)



