આમચી મુંબઈ

થાણેના યુવકના નામે વિવિધ બૅંકમાં ખાતાં ખોલાવી 7.64 કરોડની હેરાફેરી…

થાણે: થાણેમાં રહેનારા પચીસ વર્ષના યુવકના નામે વિવિધ બૅંકમાં ખાતાં ખોલાવીને 7.64 કરોડ રૂપિયાની હેરાફેરી કરવામાં આવી હતી. થાણેના વાગલે એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે નોંધાવાયેલી ફરિયાદને આધારે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમ 318 (4) (છેતરપિંડી), 61 (2) (ગુનાહિત કાવતરું) તથા 316 (2) હેઠળ ગુનો દાખલ કરાયો હતો.

પોલીસ ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે આરોપીઓએ પોતે કાયદેસરનો વ્યવસાય કરતા હોવાનો દાવો કર્યો હતો. તેમને કરન્ટ બૅંક એકાઉન્ટની જરૂર હોવાનું જણાવીને થાણેના યુવક તથા અન્યોને નામે ખોલવામાં આવનારા ખાતા દીઠ પાંચ હજાર રૂપિયા આપવાનું વચન આપ્યું હતું.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આરોપીઓએ પીડિતોને આ માટે મનાવી લીધા હતા અને દાવો કર્યો હતો કે આ બૅંક ખાતાંનો ઉપયોગ ભંડોળ ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવશે. જોકે બાદમાં તેમને જાણવા મળ્યું હતું કે તેનો ઉપયોગ નકલી કંપનીની આડમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે કરાઇ રહ્યો છે.

આરોપીઓએ વિવિધ બૅંકમાં 75થી વધુ ખાતાં ખોલાવ્યાં હતાં અને ઑક્ટોબર, 2023થી મે, 2025 દરમિયાન 7.64 લાખની હેરાફેરી કરી હતી. પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરીને તપાસ આદરી હોઇ હજી સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી. (પીટીઆઇ)

આપણ વાંચો : નિવૃત્ત પોલીસ કર્મચારી સાથે 19 લાખની ઠગાઇ: સાત વિરુદ્ધ ગુનો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button