આમચી મુંબઈ

યુવતી પર બળાત્કાર ગુજારવા, તેના ત્રાસ આપવા બદલ આઇટી પ્રોફેશનલની ધરપકડ…

થાણે: થાણે જિલ્લામાં યુવતી પર વારંવાર બળાત્કાર ગુજારવા અને તેને ત્રાસ આપવા બદલ 24 વર્ષના આઇટી પ્રોફેશનલની ધરપકડ કરવામાં આવી હતી. પીડિત યુવતીની ફરિયાદને આધારે પોલીસે ગુનો દાખલ કરી ગુરુવારે આરોપીની ધરપકડ કરી હતી, જે ભિવંડીનો રહેવાસી છે.

ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આરોપીએ લગ્નની લાલચે પીડિતા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું અને 10 ઑગસ્ટ, 2024થી 23 એપ્રિલ, 2025 દરમિયાન તેને સતત ત્રાસ આપ્યો હતો. આરોપીએ પીડિતાના વાંધાજનક ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી પણ આપી હતી.

દરમિયાન પીડિતાએ આરોપી સાથે સંબંધ તોડી નાખ્યા હતા અને તેના ફોટા તથા વીડિયો ડિલિટ કરી દેવાની વિનંતી કરી હતી. જોકે આરોપીએ પીડિતાને ઘરે જઇને સંબંધ કાયમ માટે તોડી નાખવા માટે બે લાખ રૂપિયાની માગણી કરી હતી.
પીડિતાએ રૂપિયા આપવાનો ઇનકાર કરતાં આરોપીએ ફૅક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું હતું અને પીડિતાના ફોટા પૉસ્ટ કરી દીધા હતા. આની જાણ થતાં પીડિતાએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. (પીટીઆઇ)

આપણ વાંચો : મહિલાનો વેશ, પુરુષનો અવાજ: ઘાટકોપરમાં હિપ્નોટાઈઝ કરી ગુજરાતીનાં રોકડ-ઘરેણાં પડાવ્યાં

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button