આમચી મુંબઈ

થાણેના ઉદ્યોગપતિ સાથે જીએસટી ફ્રોડમાં 4.5 કરોડની છેતરપિંડી

થાણે: થાણેના 60 વર્ષના ઉદ્યોગપતિ સાથે એક શખસે 4.5 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. શખસે ઉદ્યોગપતિની કંપની થકી નાણાંકીય વ્યવહારો કરીને ગૂડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ (જીએસટી)ની ચુકવણી કરી ન હોવાનું પોલીસ અધિકારીએ સોમવારે જણાવ્યું હતું.

ફરિયાદને આધારે પોલીસે આ પ્રકરણે ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4), 336 અને અન્ય સુસંગત કલમો તેમ જ આઈટી ઍક્ટ હેઠળ સલમાન નામના શખસ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

આપણ વાંચો: ભિવંડીના વ્યાવસાયિક સાથે 22.44 લાખની છેતરપિંડી

ફરિયાદમાં જણાવાયું હતું કે આરોપીએ ડિસેમ્બર, 2024માં ઉદ્યોગપતિની કંપની ખરીદવાની ઑફર આપી હતી અને કંપની સંબંધી દસ્તાવેજો, જીએસટી નંબર અને પાસવર્ડ પ્રાપ્ત કર્યા હતા.

અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીએ જીએસટી ફાઈલમાં ફરિયાદીની લોગઈન ડિટેઈલ્સમાં ફેરફાર કર્યા હતા. એ સિવાય જીએસટી એકાઉન્ટ સાથે લિંક કરેલો મોબાઈલ નંબર અને ઈ-મેઈલ આઈડી પણ બદલાવી નાખ્યા હતા.

બનાવટી અને ચેડાં કરેલાં દસ્તાવેજોની મદદથી સલમાને ફરિયાદીની કંપનીને નામે પચીસ કરોડ રૂપિયાના વ્યવહાર કર્યા હતા અને 4.5 કરોડ રૂપિયાના જીએસટીની ચુકવણી કરી નહોતી. આ પ્રકરણે વધુ તપાસ કરવામાં આવી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button