ભિવંડી-નવી મુંબઈથી 3.77 કરોડ રૂપિયાનો ગુટકા પકડાયો: ચારની ધરપકડ...

ભિવંડી-નવી મુંબઈથી 3.77 કરોડ રૂપિયાનો ગુટકા પકડાયો: ચારની ધરપકડ…

થાણે: થાણે જિલ્લાના ભિવંડી તેમ જ નવી મુંબઈથી પોલીસે 3.77 કરોડ રૂપિયાનો ગુટકા પકડી પાડ્યો હતો અને આ પ્રકરણે ચાર જણની ધરપકડ કરી હતી.નવી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ-નાર્કોટિક્સ સેલ (એએનસી) દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી, જે 21 જુલાઇથી શરૂ થઇ હતી.

એએનસીના અધિકારીઓએ મળેલી માહિતીને આધારે કામોઠે વિસ્તારમાં એક સ્થળે રેઇડ પાડી હતી અને ફરહાન માજીદ શેખ ()23)ને તાબામાં લીધો હતો. તેની પાસેથી 22.40 લાખનો ગુટકા જપ્ત કરવામાં આવ્યો હતો. કામોઠે પોલીસ સ્ટેશનમાં ફરહાન શેખ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, 2006 હેઠળ ગુનો દાખલ કરાયો હતો.

ફરહાન શેખે પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે ગુટકાનો જથ્થો ભિવંડીના યેવાઇ ગામમાં સંગ્રહ કરી રાખવામાં આવ્યો છે.આ માહિતીને આધારે ત્રણ પોલીસ અધિકારી તથા 20 કર્મચારીની મદદથી બીજી રેઇડ પાડવામાં આવી હતી, જેમાં ક્ધટેઇનરમાં ભરેલો ગુટકાનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત 3.54 કરોડ રૂપિયા હતી. પોલીસે આ પ્રકરણે ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી હતી.

ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)ની મદદથી આ કાર્યવાહી કરવામાં આવી હતી અને કુલ 3.77 કરોડ રૂપિયાનો ગુટકા જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે ફરહાન શેખ ઉપરાંત જિતેન્દ્ર માંગીલાલ વાસુનિયા, ભૂપેન્દ્ર રાજેન્દ્ર સિંહ અને ભવર ખેમરાજ સિંહની પણ ધરપકડ કરી હતી, જે મધ્ય પ્રદેશના રહેવાસી છે. આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (ઇકોનોમિક ઓફેન્સ વિંગ) અશોક રાજપૂતના નેતૃત્વ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »
Back to top button