થાણેમાં ગુજરાતી પરિવાર પર આફત

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે પશ્ર્ચિમમાં વાગલે એસ્ટેટમાં રહેતા ગુજરાતી પરિવારના ઘરમાં વહેલી સવારે સિલિંગનું પ્લાસ્ટર તૂટી પડતા ૧૧ વર્ષના બાળક સહિત બે લોકો જખમી થયા હોવાની દુર્ઘટના બની હતી.
થાણે પશ્ર્ચિમમાં વાગલે એસ્ટેટમાં બુધવારે વહેલી સવારે ગ્રાઉન્ડ પ્લસ ચાર માળની બિલ્િંડગમાં બીજા માળ પરના ફ્લેટનું સિલિંગ પ્લાસ્ટર તૂટી પડયું હતું. થાણે ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ વાગલે એસ્ટેટમાં શિવાજી નગરમાં ડિસોઝા વાડીમાં ગ્રાઉન્ડ પ્લસ ચાર માળ સહિત એક ટેરેસ ફ્લેટ સાથેની સાઈ મમતા નામની બિલ્ડિંગ આવેલી છે.
આ પણ વાંચો: થાણેમાં ચાલીનો ભાગ તૂટી પડતા ૪૦ રહેવાસીઓને બચાવી લેવાયા
બુધવારે વહેલી સવારના ૬.૪૫ વાગે બીજા માળ પર આવેલી રૂમ નંબર ૨૦૨માં રહેતા અનિશ વાલજી દેવલિયાનો પરિવાર ભરઊંઘમાં હતો ત્યારે અચાનક ઘરમાં આગળની રૂમની સિલિંગનું પ્લાસ્ટ અનિલના બંને દીકરા સૂઈ રહ્યા હતા ત્યારે તૂટી પડ્યું હતું, જેમાં તેમના બંને દીકરા ૧૧ વર્ષનો વંશ અનિશ દેવલિયા અને ૨૨ વર્ષના વિવેક અનિશ દેવલિયા જખમી થયા હતા.
થાણે ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ આ બિલ્િંડગ લગભગ ૩૦ વર્ષ જૂની છે. બિલ્િંડગમાં કુલ ૧૨ ફ્લેટ આવેલા છે. આ દુર્ઘટના બાદ થાણે પાલિકાના અધિકારીઓએ ઘરનું ઈન્સ્પેકશન કર્યું હતું.