થાણેમાં ગોવિંદાઓએ 10 થર લગાવ્યા, વિશ્વ રેકોર્ડનો દાવો
કોંકણ નગર ગોવિંદા ટીમે થાણે દહીં હાંડી ખાતે 10 થરનો માનવ પિરામિડ લગાવ્યો, પ્રધાન પ્રતાપ સરનાઈક તરફથી પચીસ લાખ રૂપિયાનું ઇનામ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શનિવારે થાણેમાં આયોજિત દહીં હાંડી કાર્યક્રમમાં એક ગોવિંદા ટીમે માનવ પિરામિડના 10 થર લગાવ્યા હતા એવો દાવો આયોજકોએ કર્યો હતો.
મહારાષ્ટ્રના પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે આ પરાક્રમની પ્રશંસા કરતા કહ્યું કે ઉત્સવ દરમિયાન માનવ થર બનાવવાનો આ એક ‘વિશ્વ વિક્રમ’ છે.
સરનાઈકે કોંકણ નગર રાજા ગોવિંદા ટીમ માટે પચીસ લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી. આ કાર્યક્રમનું આયોજન પ્રતાપ સરનાઈક ફાઉન્ડેશન અને સંસ્કૃતિ યુવા પ્રતિષ્ઠાન દ્વારા તેમના પુત્ર પૂર્વેશ સરનાઈકના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: મુંબઈમાં એક ગોવિંદાનું મૃત્યુઃ અગાઉ પ્રેક્ટિસ વખતે એક બાળકનું મોત થયું હતું…
સરનાઈકે જણાવ્યું હતું કે, ‘ગોવિંદા ટીમે દસ થર લગાવ્યા છે. અમે શિવસેનાના વડા બાળાસાહેબ ઠાકરે અને આનંદ દિઘે સાથે સંકળાયેલી પરંપરાઓ ચાલુ રાખી રહ્યા છીએ.’
ભગવાન કૃષ્ણના જન્મદિવસ નિમિત્તે સમગ્ર મહારાષ્ટ્રમાં દહીં હાંડીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે યુવાનો દોરડા વડે હવામાં લટકાવેલી દહીંની હાંડી તોડવા માટે માનવ પિરામિડ બનાવે છે.
પૂર્વેશે કહ્યું હતું કે, ‘અગાઉ, અમારા મંચ પર નવ થરનો રેકોર્ડ સ્થાપિત થયો હતો. આજે, કોંકણ નગરના ગોવિંદાઓએ દસ થર હાંસલ કર્યા હતા.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં દહીં-હાંડી પર કડક નિયમ: બાળ ગોવિંદા પર પ્રતિબંધ, નિયમભંગ કરનાર સામે કડક કાર્યવાહી
દર વર્ષની જેમ આ વર્ષે પણ સંસ્કૃતિ યુવા પ્રતિષ્ઠાન દ્વારા વર્તકનગરના મેદાનમાં દહીં હાંડી ઉત્સવ ઉત્સાહ અને આનંદથી ઉજવવામાં આવી રહ્યો છે. દર વર્ષની જેમ આ જૂથો દ્વારા લાખો રૂપિયાના ઇનામો રાખવામાં આવ્યા છે.
આ વર્ષે, નવ થર બનાવનાર ગોવિંદા ટીમને 11 લાખનું ઇનામ અને આકર્ષક ટ્રોફીથી સન્માનિત, વિશ્વ વિક્રમ તોડનાર ગોવિંદા ટીમ માટે પચીસ લાખનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આ દહીં હાંડી ઉત્સવમાં 9 લેયર લગાવનાર ગોવિંદા ટીમને પાંચ લાખ અને આકર્ષક ટ્રોફી, 8 લેયર લગાવનાર ગોવિંદા ટીમને 25 હજાર અને આકર્ષક ટ્રોફી, 7 લેયર લગાવનાર ગોવિંદા ટીમને 15 હજાર અને ટ્રોફી, 6 લેયર લગાવનાર ગોવિંદા ટીમને 10 હજાર અને ટ્રોફી, પાંચ લેયર લગાવનાર ગોવિંદા ટીમને પાંચ હજાર અને ટ્રોફી આપવામાં આવશે. મુંબઈ અને થાણેની મહિલાઓની ગોવિંદા ટીમને પણ ખાસ સન્માન આપવામાં આવશે અને તેમના માટે ખાસ ઈનામ પણ રાખવામાં આવ્યું છે.
મુંબઈમાં કોંકણનગર ગોવિંદા ટીમે શરૂઆતમાં નવ સ્તરીય સફળ સલામી આપી હતી. આ પછી, તેમને દસ થર લગાવવાની તક આપવામાં આવી હતી. આ તક પછી, દસ થર લગાવતાની સાથે જ મેદાનમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.
પ્રતાપ સરનાઈકે કહ્યું હતું કે, મેં પહેલાથી જ ઇનામ જાહેર કરી દીધું હતું. હું કોંકણ નગરને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. તેઓએ ખરા અર્થમાં દેશભક્તિ બતાવી, તમે મરાઠી એકતા બતાવી. હું આ ટીમને પચીસ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરું છું.
જય-જવાન પથકનો વર્લ્ડ રેકોર્ડ તોડનાર કોંકણ નગર ગોવિંદા પથક કોણ છે?
ઘણા વર્ષોથી, ગોવિંદા પથકો 10 થર લગાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ આજે આ વર્લ્ડ રેકોર્ડ તૂટી ગયો છે. રસપ્રદ વાત એ છે કે, આ ટીમ પણ જોગેશ્ર્વરીની જ છે.
મુંબઈના જોગેશ્ર્વરીની જય-જવાન ગોવિંદા ટીમ અને મઝગાંવની તાડવાડી ગોવિંદા ટીમ માનવ પિરામિડ બનાવવાની શિસ્તબદ્ધ પદ્ધતિ માટે જાણીતી હતી. ગોવિંદા ટીમોમાં જય-જવાન ટીમને ઉપનગરોનો રાજા કહેવામાં આવતો હતો. પરંતુ શનિવારે યોજાયેલી દહીં હાંડીમાં, કોંકણ નગર ગોવિંદા ટીમે 10 જેટલા થરો લગાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. રસપ્રદ વાત એ છે કે, આ ટીમ પણ જોગેશ્વરીની છે.
જોગેશ્ર્વરીના કોંકણ નગર વિસ્તારમાં રહેતી ગોવિંદા ટીમ છે. 38 વર્ષીય વિવેક કોચરેકર આ ટીમના કોચ છે. તેઓ છેલ્લા 12 વર્ષથી આ ટીમમાં કામ કરી રહ્યા છે અને તાલીમ આપી રહ્યા છે. આ ટીમ અહીંની સૌથી જૂની ટીમોમાંની એક છે. આ ટીમ ખૂબ જ શિસ્તબદ્ધ રીતે થર લગાવવા માટે પ્રખ્યાત છે. 2012માં, તેઓએ સાત સ્તરો બનાવવાનું શરૂ કર્યું. બાદમાં, તેઓએ આઠ સ્તરોનો અભ્યાસ કર્યો. પરંતુ હાંડીમાં ભાગ લેતી વખતે, તેઓ સાત સ્તરો બનાવવામાં સફળ રહ્યા. 2015માં, જય-જવાન, તાડવાડી અને બીજી ટીમ નવ સ્તરો બનાવવા માટે પ્રખ્યાત થઈ હતી.
શનિવારે જ્યારે દહી હાંડીનું આયોજન થઈ રહ્યું હતું, ત્યારે કોંકણ નગર ગોવિંદા ટીમે સંસ્કૃતિ પ્રતિષ્ઠાનની દહી હાંડીમાં પ્રવેશ કર્યો. ખૂબ જ શિસ્તબદ્ધ રીતે, તેઓએ 10 થર લગાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.