આમચી મુંબઈ

થાણેની સરકારી હૉસ્પિટલમાં 3,000 ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યાં

મુંબઈ: થાણેની એક સિવિલ હૉસ્પિટલ જરુરિયાતમંદ દર્દીઓ માટે વરદાન સાબિત થઈ રહી છે. અહીંની સિવિલ હૉસ્પિટલમાં 10 મહિનામાં 3,040 સફળ ઓપરેશન કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. આ ઓપરેશનમાં અનેક અત્યંત જોખમી ઓપરેશન પણ હૉસ્પિટલના તબીબોએ સફળતાપૂર્વક પાર પાડ્યા હતા.

થાણેના જિલ્લા પ્રશાસનની સિવિલ હૉસ્પિટલને સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલમાં ફેરવવામાં આવ્યું હતું. આ હૉસ્પિટલની જૂની ઇમારતને તોડી નવી હૉસ્પિટલ નિર્માણ કરવાનું કામ શરૂ છે, જેને લીધે આ હૉસ્પિટલ મેન્ટલ હૉસ્પિટલમાં શરૂ કરવામાં આવ્યું છે.


હૉસ્પિટલના કામકાજને લીધે દર્દીઓને કોઈપણ તકલીફ ન આવે તે માટે પ્રશાસન દ્વારા એક દિવસમાં અંદાજે 600 કરતાં વધુ દર્દીઓ પર ઉપચાર કરવામાં આવી રહ્યા છે અને છેલ્લા દસ મહિનામાં 3,040 ઓપરેશન આ તાત્પુરતા હૉસ્પિટલમાં કરવામાં આવ્યા હોવાની માહિતી આરોગ્ય વિભાગે જાહેર કરી હતી. આ ઓપરેશનમાં 2,369 ઓપરેશન્સ ખૂબ જ મુશ્કેલ હતા તેને પણ ડૉક્ટરોએ કર્યા હતા.


ડૉક્ટરોએ હૉસ્પિટલના ઓપરેશન રૂમમાં અત્યાધુનિક સાધનો અને મશીનની સાથે અનેક કુશળ ડૉક્ટરોને પણ ઓપરેશન માટે રાખ્યા હતા. આ હૉસ્પિટલમાં છેલ્લા 10 મહિનાના સૌથી વધારે ગર્ભવતી મહિલા પર અનેક સમસ્યા અંગે 1,629 ઓપરેશન કરવામાં આવ્યા છે. આ સાથે 424 આંખ, 229 દાંત, 200 હાડકાના ઓપરેશન આ સાથે પેટ, કાન, નાક વગેરેના પણ અનેક ઓપરેશન કરવામાં કરવામાં આવ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ