થાણે-ઘોડબંદર રોડ પરથી અવરજવર કરનારા વાહનચાલકો માટે મોટા ન્યૂઝ, જાણી લો તો ફાયદામાં રહેશો…

મુંબઈઃ મુંબઈ સહિત થાણે-વસઈ-વિરારમાં વિવિધ મેટ્રો સહિત અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામકાજ હાથ ધરવામાં આવ્યા છે ત્યારે થાણેથી ઘોડબંદર તરફના રસ્તાના સમારકામને કારણે વાહનચાલકોને આગામી દિવસોમાં ટ્રાવેલ કરવામાં હાલાકી પડી શકે છે. થાણેથી ઘોડબંદર તરફ જનારા રસ્તા પર સમારકામ હાથ ધરાયું હોવાથી ટ્રાફિક વિભાગ દ્વારા ૨૬મી એપ્રિલથી ૨૯મી એપ્રિલના મધરાત સુધી ટ્રાફિક ડાઇવર્ઝન આપ્યું હતું, પરંતુ આ કામ હજી બાકી હોવાથી આ ટ્રાફિક ડાઇવર્ઝન પહેલી મે, ૨૦૨૫ સુધી એક્ટેન્ડ કર્યું છે.
થાણે-ઘોડબંદર રોડ પર વાહનોને કેટલીક જગ્યાએ પ્રવેશ બંધ કરીને પર્યાયી માર્ગ સૂચવ્યા છે.
થાણેથી ઘોડબંદર રોડની દિશાએ જનારા ભારે વાહનો માટે વાય જંકશન ખાતે પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. પર્યાયી માર્ગ તરીકે વાય જંકશન પાસેથી નાશિક રોડથી ખારેગાવ, માણકોલી, અંજૂરફાટા માર્ગે ગંતવ્ય સ્થળે જઇ શકાશે. બીજા પર્યાયી માર્ગમાં કાપૂરબાવડી જંકશન નજીકથી જમણી બાજુ ટર્ન લઇને કશેળી, અંજૂરફાટા માર્ગે ગંતવ્ય સ્થળે જઇ શકાશે.
મુંબ્રા, કળવાથી ઘોડબંદર રોડના દિશે ભારે વાહનોને ખારેગાવ ટોલનાડા ખાતે પ્રવેશ બંધ જ્યારે પર્યાયી માર્ગ મુંબ્રા, કળવાથી ઘોડબંદર તરફ જનારા વાહનો ખારેગાવ બ્રિજની નીચેથી ખારેગાવ ટોલનાકા, માણકોલી, અંજૂરફાટા માર્ગે જશે.
ગુજરાત તરફથી ઘોડબંદર માર્ગે આવનારા ભારે વાહનોને ચિંચોટી નાકા ખાતે પ્રવેશ બંદ જ્યારે મુંબઈ, વિરાર, વસઇ તરફથી ઘોડબંદર માર્ગે આવનારા વાહનોને ફાઉન્ટન હોટેલ નજીક પ્રવેશ બંદ. આ વાહનો માટે પર્યાયી માર્ગ તરીકે ચિંચોટી નાકા ખાતેથી કામણ, અંજૂર ફાટા, માણકોલી, ભિવંડી માર્ગે ગંતવ્ય સ્થળે જઇ શકાશે.
આપણ વાંચો : શિવડી-વરલી કનેક્ટર બ્રિજ પ્રોજેક્ટ: વળતર નહીં ઘર જ આપવાની સ્થાનિકોની માગણી