થાણેમાં 13 વર્ષની સગીરા પર સામૂહિક બળાત્કાર: બે આરોપીને 10 વર્ષની કેદ | મુંબઈ સમાચાર

થાણેમાં 13 વર્ષની સગીરા પર સામૂહિક બળાત્કાર: બે આરોપીને 10 વર્ષની કેદ

થાણે: 2018માં 13 વર્ષની સગીરા પર સામૂહિક બળાત્કાર ગુજારવાના કેસમાં થાણે જિલ્લાની કોર્ટે બે આરોપીને 10 વર્ષની સખત કેદ ફટકારી હતી. એડિશનલ સેશન્સ જજ એન.એલ. કાળેએ સોમવારે આરોપી અક્ષય પાંડુરંગ ગવાતે (27) અને દેવીદાસ ધર્મેશ ગવાતે (29)ને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટની સંબંધિત જોગવાઇઓ હેઠળ દોષી ઠેરવ્યા હતા. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બંને આરોપીને કોર્ટે પંદર હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.

ગુના સમયે સગીર વયના અન્ય બે આરોપી સામે જુવેનાઇલ કોર્ટ દ્વારા અલગથી કેસ ચલાવવામાં આવી રહ્યો છે.
વિશેષ સરકારી વકીલ વિવેક કડુ અને એડવોકેટ વિજય મુંડેએ કોર્ટને જણાવ્યું હતું કે પીડિતા એ સમયે સાતમા ધોરણમાં ભણતી હતી અને જાંભલા ગામ નજીક ચાર આરોપીએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

આપણ વાંચો: જોગેશ્વરીમાં બાળકી પર સામૂહિક બળાત્કાર: પાંચ જણની ધરપકડ

પીડિતાએ મદદ માટે બૂમો પાડતાં ગામવાસીઓ દોડી આવતાં આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયા હતા.
પીડિતાએ શરૂઆતમાં 14 માર્ચ, 2019ના રોજ તેની તપાસ કરાઇ ત્યારે તેણે વર્ણવેલો ઘટનાક્રમ સાતત્યપૂર્ણ હતો.

જોકે ત્રણ વર્ષ બાદ પાંચમી ઑગસ્ટ, 2022ના ફરીથી તેની તપાસ કરાઇ ત્યારે તેણે દાવો કર્યો હતો કે ફરિયાદમાંની વિગતો વિશે પોતે અજાણ છે અને સંભોગના પ્રકારનો જાતીય હુમલો પોતાના પર નહોતો થયો.

જોકે કોર્ટે પીડિતાના પ્રારંભિક નિવેદન પર આધાર રાખ્યો હતો, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે તેની પુન:તપાસ લાંબા સમય બાદ લેવામાં આવી હતી. એવું પણ નોંધવામાં આવ્યું હતું કે તબીબી પુરાવાએ પીડિતાના પ્રારંભિક નિવેદનને સમર્થન આપ્યું હતું. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »
Back to top button