આમચી મુંબઈ
થાણેમાં ગણેશભક્તોને વિસર્જન માટે ‘ઈકો વિસર્જન’ ઍપ પર રજિસ્ટ્રેશન કરવાની અપીલ

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: મુંબઈ હાઈ કોર્ટના આદેશ મુજબ છ ફૂટ સુધીની તમામ ગણેશમૂર્તિના વિસર્જન કૃત્રિમ તળાવમાં કરવામાં આવવાના છે, તે માટે થાણેમાં પાલિકાએ કૃત્રિમ તળાવ અને ફરતા વિસર્જનની વ્યવસ્થામાં વધારો કર્યો છે.
એ સાથે જ તમામ વ્યવસ્થાની માહિતી માટે ‘ઈકો વિસર્જન’ઍપ તૈયાર કરવામાં આવી છે, જેમાં નાગરિકોને તેના પર રજિસ્ટ્રેશન કરવાની અપીલ થાણે પાલિકા દ્વારા કરવામાં આવી છે.
આપણ વાંચો: ગણેશમૂર્તિના વિસર્જન માટે કૃત્રિમ તળાવોની સંખ્યા વધારાશે…
‘ઈકો વિસર્જન ઍપ’ને કારણે નાગરિકોને તેમના નજીકમાં વિસર્જન માટે કયાં વ્યવસ્થા કરવામાં આવી છે, તેની માહિતી મળશે. તેમ જ થાણે પલિકાએ ફરતા વિસર્જન માટે કરેલી વ્યવસ્થા બાબતે પણ તમામ માહિતી મળશે. https://ecovisrjan.com/ આ ઍપની લિંક હોઈ તેના પર ક્યૂઆર કોડ પણ છે.