થાણેના પરિવાર સાથે 1.2 કરોડની ઠગાઇ: કન્સ્ટ્રકશન કંપનીના બે માલિક વિરુદ્ધ ગુનો…
થાણે: થાણે જિલ્લામાં એક પરિવાર સાથે 1.2 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી આચરવા પ્રકરણે પોલીસે કન્સ્ટ્રકશન કંપનીના બે માલિક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
આ પણ વાંચો : ટ્રેનમાં કત્લેઆમ:આરપીએફ કોન્સ્ટેબલ સામે 15 મહિને ખટલો શરૂ…
રાબોડી વિસ્તારમાં રહેતી 28 વર્ષની મહિલાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે તેને, તેની બહેન અને માતાને આકર્ષક વળતરનું વચન આપીને આરોપીઓએ બાંદ્રા વિસ્તારમાં પોતાની કન્સ્ટ્રકશન કંપનીમાં રોકાણ કરવા માટે સમજાવી હતી.
31 ડિસેમ્બર, 2022ના રોજ આરોપી ભાઇઓએ ફરિયાદીના પરિવારને 1.20 કરોડ રૂપિયા રોકવા માટે આગ્રહ કર્યો હતો. એ સાથે ખાતરી પણ આપી હતી કે તેમને પાંચ વર્ષમાં ત્રણ કરોડ રૂપિયા મળશે. જો એવું ન થયું તો બાંદ્રામાં બે અથવા ત્રણ ફ્લેટ આપવાનો વિકલ્પ પણ તેમણે રજૂ કર્યો હતો, એમ રાબોડી પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું.
મહિલાના પરિવારે ત્યાર બાદ કન્સ્ટ્રકશન કંપનીમાં રોકાણ કરવા માટે વિવિધ સ્રોતો પાસેથી લોન લીધી હતી. જોકે ફરિયાદીના પરિવારે મે, 2024માં રોકાણ કરેલી રકમ અને નફાની માગણી કરી ત્યારે આરોપીઓએ રૂપિયા આપવાનો ઇનકાર કર્યો હતો. ઉપરાંત પોતાના હાઇ-લેવલ કનેક્શન હોવાનું કહીંને તેમને ધમકી આપી હતી.
આ પણ વાંચો : બિલ્ડરના બંગલો અને વૅનમાંથી 3.7 કરોડની રોકડ જપ્ત…
દરમિયાન મહિલાની ફરિયાદને આધારે બંને આરોપી વિરુદ્ધ સોમવારે ભારતીય દંડસંહિતા તેમ જ મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ એક્ટની સંબંધિત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. (પીટીઆઇ)