આમચી મુંબઈ

શિક્ષિકા પર બળાત્કારના આરોપસર શૈક્ષણિક સંસ્થાના સ્થાપકની ધરપકડ…

થાણે: નોકરીમાં કાયમી કરવાની ખાતરી આપી શિક્ષિકા સાથે વારંવાર દુષ્કર્મ કરવાના આરોપસર પોલીસે થાણેની એક શૈક્ષણિક સંસ્થાના સ્થાપકની ધરપકડ કરી હતી.

Also read : એકેય ભાજપી ઉદ્ધવ સેનામાં નથી જોડાવાનો: ફડણવીસ…

શ્રીનગર પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર ગુલઝારીલાલ ફડતરેએ જણાવ્યું હતું કે ફરિયાદને આધારે ગુરુવારે આરોપી રમેશચંદ્ર શોભનાથ મિશ્રા (54)ને તાબામાં લેવાયો હતો. તેની વિરુદ્ધ વધુ તપાસ ચાલી રહી છે.

આ પ્રકરણે 42 વર્ષની શિક્ષિકાએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે પોતાની જુનિયર કૉલેજમાં નોકરી અપાવવા માટે મિશ્રાએ છ લાખ રૂપિયા લીધા હતા. જોકે બાદમાં નોકરી પર ચાલુ રાખવાના બદલામાં 2015થી મિશ્રાએ ફરિયાદીનું જાતીય શોષણ કર્યું હતું. આરોપીએ નોકરીમાં કાયમી કરવાની ખાતરી પણ આપી હતી.

Also read : કિશોરીની જાતીય સતામણી: કોર્ટે 51 વર્ષના આધેડને 3 વર્ષની કેદ ફટકારી

કહેવાય છે કે તાજેતરમાં અમુક શિક્ષિકાએ જાતીય સતામણીની ફરિયાદ કર્યા બાદ મિશ્રા સહિત શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલા ચાર જણ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ બાબત જાણમાં આવ્યા પછી શિક્ષિકા ફરિયાદ નોંધાવવા આગળ આવી હતી. શિક્ષિકાની ફરિયાદ બાદ પોલીસે મિશ્રાની ધરપકડ કરી હતી. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button