ડબલ મર્ડર કેસ: પુરાવાના અભાવે રાજસ્થાની દંપતી નિર્દોષ જાહેર

મુંબઈઃ મહારાષ્ટ્રના થાણે શહેરની સેશન્સ કોર્ટે અપૂરતા અને નિર્ણય સુધી પહોંચી ન શકાય એવા પુરાવાઓનો હવાલો આપીને 2017ના ડબલ મર્ડર કેસમાં રાજસ્થાનના એક દંપતીને નિર્દોષ જાહેર કર્યું છે. દંપતીની સગીર પુત્રીને પણ આરોપી બનાવવામાં આવી હતી અને તેનો કેસ જુવેનાઇલ કોર્ટમાં છે.
23 જૂનના આદેશની નકલ ગુરુવારે ઉપલબ્ધ થઈ હતી. આ ચુકાદામાં સેશન્સ જજ એ એન સિરસીકરે આરોપીઓ અલી અકબર અબુજાર કાચવાલા અને અમીના ઇસ્માઇલ શેખને રાહત આપતા પહેલા ફરિયાદીના કેસ પર અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા.
ફરિયાદ પક્ષના જણાવ્યા અનુસાર નવેમ્બર 2017માં થાણા નજીક મુમ્બ્રામાં તેમના ઘરે નાઝિયા નામની મહિલા અને તેની 11 વર્ષીય પુત્રી મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. 1.11 લાખની રોકડ, દાગીના અને મોબાઈલ ફોનની ચોરી થઈ હોવાની જાણ ત્યારે થઈ હતી.
આ પણ વાંચો: રાજા રઘુવંશી મર્ડર કેસ: આખરે કોણ હતું આ હત્યાનું માસ્ટરમાઈન્ડ?
ફરિયાદ પક્ષનો આરોપ હતો કે આરોપી દંપતીની પુત્રી અગાઉ નાઝિયાના ઘરે ઘરકામ કરતી હતી. તેનો કેસ સંજોગપૂર્ણ પુરાવા પર આધારિત હતો, જેમાં ગુનાના સ્થળ નજીક આરોપી અને કિશોરની કથિત હાજરી, અને “ચોરાયેલી” વસ્તુઓ અને હથિયારની પુન:પ્રાપ્તિનો સમાવેશ થાય છે.
ન્યાયમૂર્તિ સિરસીકરે નોંધ્યું હતું કે ફરિયાદી પક્ષે જે સીસીટીવી ફૂટેજ પર આધાર રાખ્યો હતો તે આરોપીની ઓળખ સ્થાપિત કરી શક્યો નથી. તેમણે કહ્યું કે, આ ફૂટેજમાં એક મહિલા બુરખામાં જોવા મળી રહી છે જ્યારે પુરુષનો ચહેરો ધૂંધળો છે. (પીટીઆઈ)