સાયબર પોલીસે 75.40 કરોડના જીએસટી ફ્રોડનો પર્દાફાશ કર્યો: બે જણ વિરુદ્ધ ગુનો

થાણે: થાણે સાયબર પોલીસે લેપટોપ સેલ્સ સર્વિસ પ્રોફેશનલની વિગતોનો દુરુપયોગ કરીને 75.48 લાખ રૂપિયાની જીએસટી છેતરપિંડી આચરવા બદલ મુંબઈના રહેવાસી અને તેના સાથી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે નવેમ્બર, 2024થી એપ્રિલ, 2025 દરમિયાન આ છેતરપિંડી આચરવામાં આવી હતી.
33 વર્ષના લેપટોપ સેલ્સ પ્રોફેશનલે 31 ઑક્ટોબરે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે ઓનલાઇન જીએસટી ફાઇલ કરવા માટે પોતાના યુઝર આઇડી અને પાસવર્ડનો દુરુપયોગ કરીને આરોપીઓએ છેતરપિંડી આચરી હતી.
આપણ વાચો: થાણેના ઉદ્યોગપતિ સાથે જીએસટી ફ્રોડમાં 4.5 કરોડની છેતરપિંડી
આરોપીઓએ બાદમાં ફરિયાદીના જીએસટી નંબરો સામે અનેક શેલ (બોગસ) કંપનીઓના નામે ફૅક બિલ રજૂ કરીને 75.48 કરોડની છેતરપિંડી આચરી હતી.
આ પ્રકરણે નોંધાયેલી ફરિયાદને આધારે પોલીસે અંધેરીના રહેવાસી અને તેના સાથીદાર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
બોગસ જીએસટી દાવા નોંધાવવા માટે ગોપનીય ઓનલાઇન વિગતોનો દુરુપયોગ કરવાનો આ અત્યાધુનિક સાયબર અને આર્થિક ગુનો છે, એમ અધિકારીએ કહ્યું હતું. (પીટીઆઇ)



